ઈકરામ મલેક: રાજપીપળા
ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈત્રભાઈ દામજીભાઈ વસાવા અને તેમની પત્ની શકુંતલાબેન સહિત કુલ ચાર સામે ડેડીયાપાડા પોલીસે પવન વિભાગના કર્મચારીઓની ફરિયાદના આધારે રાયોટિંગ, ખંડણી, જાન થી મારી નાખવાની ધમકી, અને ખાનગી હથિયાર થી હવા મા ગોળી બાર કરવા જેવા અતિ ગંભીર પ્રકાર ના ગુનાઓ સબબ પોલીસે ફરિયાદ નોંધી છે.
પણ નર્મદા પોલીસ પોતેજ નોંધેલી ફરિયાદ ને સંવેદનશીલ ગણાવી ફરિયાદ મા દાખલ કલમો અને ફરિયાદી સહિત ઘટનાક્રમની વિગતો છુપાવી રહી છે જેના કારણે લોકો સામે સત્ય બહાર આવી રહ્યું નથી ત્યારે રાજપીપળા ના વડીયા પેલેસ કમ્પાઉન્ડ કચેરી ખાતે આવેલી નર્મદા જિલ્લા નાયબ વન સંરક્ષક શ્રી ની કચેરી એ કેટલાક પત્રકારો આ બાબતે નાયબ વન સંરક્ષક ને સવાલો પૂછવા માટે ગયા હતા.
ત્યારે એક જવાબદાર અધિકારી ને છાજે તે રીતે પત્રકારો ને આ ચર્ચાસ્પદ મામલે યોગ્ય જવાબો આપવાને બદલે હાલ આર.એફ.ઓ ની મિટિંગ ચાલી રહી છે તેવું જુઠ્ઠાણું ચલાવી ને DFO નીરજ કુમાર પાછલાં બારણે મોઢું છુપાવી નાસી ગયા હતા. તેમની ચેમ્બર ની બહાર રાહ જોઈ રહેલા પત્રકાર દૂરદર્શી ન્યુઝ ના પત્રકાર ઈકરામ મલેક અને જંગે ગુજરાત ના પત્રકાર ભરતશાહ ને ચકમો આપી ગયા હતા.
એક તરફ નર્મદા પોલીસ પણ વિગતો આપી રહી નથી અને બીજી તરફ વન વિભાગ ના અધિકારી ઓ પણ મીડિયા નો સામનો કરતા ખચકાઈ રહ્યા છે, ત્યારે સાચી હકીકત શું છે? શું ક્યાંક પડદા પાછળ કઈંક રંધાઈ તો નથી રહ્યું ને?? જેથી જવાબદાર અધિકારીઓ મોઢું સીવી લીધા છે.
More Stories
નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામે નવરંગ વિદ્યામંદિર મોરીયાણાના શાળાના નવા ભવનનું લોકાર્પણ તારીખ ૨૬/૧૨/૨૦૨૪ ના રોજ મોરીયણા ગામે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ર૧૭મો સરસ્વતિધામ લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો..
પ્રાંત અધિકારી રાજપીપલાએ સપાટો બોલાવ્યો, સાગમટે 4 ઓવરલોડ હાયવાને સાણસા મા લીધા
જૂનાગઢના ભેસાણ ગ્રામ પંચાયતમાં ત્રીજીવાર ગ્રામસભા બોલાવવામાં આવી હતી કોઈ ઠરાવ પાસ નથયા મામલતદાર ટીડીઓજ ગેરહાજરત રહેતા ગ્રામજનો દ્વારા ગ્રામસભાનો બહિષ્કાર