December 23, 2024

સાંસદે સ્વિકાર્યું કે નર્મદામાં જુગાર અને દારૂના અડ્ડા ધમધમે તેને અમારું સમર્થન : ચૈતર વસાવા

Share to


સરકાર અને નર્મદા પોલીસ અડ્ડાઓ બંધ નહિ કરાવે તો પાડીશું જનતા રેઇડ : AAP ધારાસભ્ય

ભાજપના આગેવાનો જ દારૂનો વેપલો કરતા હોય સરકાર અને સાંસદ તેને રોકવામાં સદંતર નિષ્ફળ

નર્મદા SP અને LCB PI નો સંપર્ક કરતા તેમની સાથે વાત નહિ થતા આક્ષેપો અંગે નિવેદન જાણી શકાયું નહીં


ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ દેડિયાપાડાના સોલિયા ગામે સ્વિકાર્યું છે કે, નર્મદા જિલ્લામાં દારૂનો ધિકતો ધંધો ચાલે છે અને LCB ₹35 લાખનો હપ્તો લે છે. હવે સાંસદના આ નિવેદનથી નર્મદા પોલીસ સાથે BJP માં પણ હલચલ મચી ગઇ છે.

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના સોલિયા ગામે મેરી માટી મેરા દેશ અભિયાન હેઠળ અમૃત કળશ યાત્રા આવી પોહચી હતી. ભાજપ સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં કાર્યકમ યોજાયો હતો.

BJP સાંસદે બોલવાનું શરૂ કરતાં જ ભાજપ, નર્મદા પોલીસમાં સોપો પડી ગયો હતો. મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો હતો કે, નર્મદા LCB રૂપિયા 35 લાખનો હપ્તો લે છે.

ભાજપના કાર્યકર અને મોટા બુટલેગર એવા દિનેશ વસાવાએ ફરીથી દારૂનો ધંધો શરૂ કરી દીધો છે. ચિત્રોલ ગામે વર્ષો પહેલા કરોડોનો દારૂ પકડાયો હતો.


નર્મદા જિલ્લામાં ઠેર ઠેર દારૂનો વેપલો ચાલે છે. જેમાં વડાપ્રધાનના સમૃદ્ધ ભારત અને યુવા ભારતના સ્વપ્નનું પતન થઈ રહ્યું છે. એક ધારાસભ્ય લોકોને દારૂ પીવડાવી આખી રાત પાર્ટીઓ કરાવે છે. હું તો બોલીશ જ મને કોઈ ચમરબંધી નડતી નથી.

સાંસદના નિવેદન બાદ દેડિયાપાડા AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપી ભાજપ MP એ નર્મદા જિલ્લામાં દારૂ અને જુગારના અડ્ડા ચાલે છે જે સ્વિકાર્યું તેને સમર્થન આપ્યું છે. સાથે જ સરકાર અને પોલીસ તેને રોકવામાં સંદતર નિષ્ફળ ગયા છે તે હકીકત બદલ પણ સાંસદને અભિનંદન આપ્યા છે.

AAP ધારાસભ્યએ કહ્યું છે કે, જો ભાજપ સરકાર અને પોલીસ નર્મદામાં ખુલ્લેઆમ ચાલતા દારૂ અને જુગારના ધંધાને બંધ નહિ કરાવે તો તેઓ લોકોને સાથે રાખી આગામી સમયમાં જનતા રેઇડ કરશે.


બીજી તરફ નર્મદા પોલીસ ઉપર સાંસદ અને ધારાસભ્યે હપ્તા લેવાના કરાયેલા આક્ષેપો સંદર્ભે જિલ્લા પોલીસ વડા SP પ્રશાંત સુંબે તેમજ LCB પી.આઈ. જગદીશ ખાંભલાને કોલ કરતા તેઓ સાથે વાત નહિ થઈ શકતા NARMADA POLICE નું નિવેદન જાણી શકાયું નથી.


Share to

You may have missed