જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે.
અરજદાર જૂનાગઢના વતની હોય અને તેમનો પુત્ર મોતીબાગ ખાતે આવેલ કોમ્પ્યુટર ક્લાસીસ થી ઘરે પરત આવેલ ના હોય, કોમ્પ્યુટર ક્લાસીસમાંથી તેમના રોજના સમયે પરત ના આવતા અરજદાર દ્રારા કોમ્પ્યુટર ક્લાસીસ પર તપાસ કરેલ હોય પરંતુ અરજદારનો ૧૯ વર્ષનો પુત્ર કલાસીસથી સાંજે નિકળી ગયાનુ ક્લાસીસ સંચાલક દ્રારા જણાવેલ, અરજદાર દ્રારા આજુબાજુ તથા તેમના પુત્રના મિત્રો દ્રારા તપાસ કરી પરંતુ તે ક્યાંય પણ મળેલ નહી, તેમનો ૧૯ વર્ષનો પુત્ર ક્યાં નીકળી ગયેલ હશે? અને કેવી પરીસ્થીતીમાં હશે? તેવુ વિચારી તેમના પરીવારના સભ્યો વ્યથીત થઇ ગયેલ હોય, આ બાબતની જાણ સી ડીવીઝન પો.સ્ટે.ના પી.એસ.આઇ. વી.કે.ઉંજીયાને કરતા પી.એસ.આઇ. વી.કે.ઉંજીયા દ્રારા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા તથા સી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
જૂનાગઢ ડીવીઝનના ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. હાર્દીકભાઇ સિસોદીયા, પાયલબેન વકાતર, કિંજલબેન કાનગડ તથા એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ તથા સી ડીવીઝન પી.એસ.આઇ. વી.કે.ઉંજીયા, પો.કોન્સ, ભાવીક કોદાવાલા, નરેશ ચુડાસમા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા અરજદારનો ૧૯ વર્ષીય પુત્ર મોતીબાગ ખાતે આવેલા કલાસીસથી પોતાની સાઇકલ લઇને ઝાંસી સર્કલ તરફ ગયેલ હોય, જેના આધારે આગળનો સમગ્ર રૂટ ચેક કરતા અરજદારનો ૧૯ વર્ષીય પુત્ર રેલ્વે સ્ટેશનમાં જતો હોય તેવું CCTV માં સ્પષ્ટ જોવા મળેલ. જે આધારે સી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્રારા તાત્કાલીક રેલ્વે સ્ટેશન પહોચી તપાસ કરતા ગુમ થનાર ૧૯ વર્ષીય પુત્રને શોધી લીધેલ, અરજદારનો ૧૯ વર્ષીય પુત્ર રાત્રીના ૧૧.૦૦ વાગ્યાની અમદાવાદ જતી ટ્રેનમાં જવાનો હતો, પોલીસ સ્ટાફ દ્રારા રાત્રે ૧૦.૪૫ વાગ્યે જ રેલ્વે સ્ટેશન પહોચી ૧૯ વર્ષીય પુત્રને સહી સલામત શોધી લીધેલ.
જુનાગઢ પોલીસ સ્ટાફ દ્રારા બનાવની ગંભીરતા સમજી કોઇ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના પોતાના પરીવારના સભ્ય ગુમ થયેલ હોય તેમ સમજી અરજદારના ૧૯ વર્ષીય પુત્રને શોધી તેમના પરીવાર સાથે મીલન કરાવેલ. ગુમ થનાર ૧૯ વર્ષના પુત્રને ભણવુ ના હોય જેથી ઘરેથી નીકળી ગયાનુ જાણવા મળેલ. નેત્રમ શાખા તથા સી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્રારા પોતાના ૧૯ વર્ષના પુત્રને સહી સલામત શોધી આપવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને અરજદાર દ્રારા નેત્રમ શાખા તથા સી ડીવીઝન પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો…
જૂનાગઢ પોલીસ દ્વારા ઘરેથી નારાજ થઇ અને નીકળી ગયેલ ૧૯ વર્ષના પુત્રને સહી સલામત શોધી પરીવાર સાથે મીલન કરાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે…
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જુનાગઢ માં Skating Against Drugs.Say No To Drugs થીમ આધારીત સ્પર્ધાનું આયોજન પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું અલગ અલગ જિલ્લામાંથી 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર. નેત્રંગ નગર ૨ મકાન સામે ગુનો નોંધાયો.
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ