તા.૦૯-૦૮-૨૦૨૧ નેત્રંગ,
ભારતના બંધારણની 5 અનુસૂચિ અને પૈસા એક્ટ નો ચુસ્તપણે અમલ કરવા વિશ્વ આદિવાસી દિવસે ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાએ નેત્રંગ મામલતદાર અને કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતું.
ભાજપ સરકારે 14 જેટલા અને 5 જીલ્લાઓમાં સરકારની જાહેરાત માટે ઉજવણી કરી રહી છે. વિજય રૂપાણીના અધ્યક્ષમાં નર્મદા જિલ્લા ખાતે ઊજવણી કરવામા આવી હતી પણ સંવેદનશીલ સરકારે આદિવાસીઓના બંધારણીય અધિકારોની આજ સુધી અમલવારી કરી નથી અને આદિવાસી સમાજ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવ્યું છે.
આવેદન પત્રમાં બીજેપી ઉપર BTP એ આકરા પ્રહારો કરી આક્ષેપ કરાયો હતો કે વિધેયક સત્તા મંડળનો કાયદો લાવી વર્ષોથી વસવાટ કરતા સ્થાનિકોને હટાવવામાં આવી રહ્યાં છે. ભાજપ સરકાર અધીકારીઓ મારફતે SOU પાસે વસવાટ કરતા સ્થાનિક લોકો પર અત્યાચાર અને દમન ગુજારી રહી છે. નર્મદા જિલ્લાના 121 ગામો ને SOU વિકાસ અને પર્યટન તેમજ ઇકો સેન્સિટીવ ઝોનમાં સમાવેશ કરી ગેરબંધારણીય એન્ટ્રીઓ કરી દીધી છે. વધુમાં પૈસા એક્ટ પ્રમાણે એક પણ પંચાયતનું ગઠન કરવામાં આવ્યુ નથી. આમ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઈકો સેન્સિટિવ ઝોન ઊભો કરી આદિવાસી સમાજને નુકસાન પોચાડ્યું છે. બીજી તરફ આદિવાસી બંધારણીય જોગવાઈ અનુસૂચિ 5 ની પણ અમલવારી કરી નથી. આમ સરકાર અનુસૂચિ 5 અને પૈસા એક્ટ નો અમલ નહીં કરે તો હકક મેળવવાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ,
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો