November 21, 2024

નેત્રંગ પેટ્રોલપંપના માલીકનું અનેરૂ કાયઁ : નીરજ નામના યુવકને રૂ.૫૦૧ પેટ્રોલ ભરી આપશે.ઓલિમ્પિકમાં ભાલાફેકમાં ૧૨૧ વષઁ બાદ ગોલ્ડ મેડલ મળ્યો.

Share to


તા.૦૮-૦૮-૨૦૨૧ નેત્રંગ.

ભારતની એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતવાની ૧૨૧ વષઁની પ્રતિક્ષા દુર થઈ છે.ભાલા ફેંકમાં ભારતના સ્ટાર ખેલાડી નીરજ ચોપરાએ ભારતધે ગોલ્ડ મેડલ જીતાડ્યો છે.નીરજ ચોપરાએ ફાઇનલમાં ૮૭.૫૮ મીટરનો થ્રો ફેંકી સીધું ગોલ્ડ ઉપર નિશાન તાક્યું હતું.ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતને પહેલીવાર મેડલ અને તે પણ ગોલ્ડ ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ એટલે કે એથ્લેટિક્સ કોઈપણ ઓલિમ્પિકનું મુખ્ય આકર્ષણ છે.પરંતુ આજદિન સુધી કોઇપણ ભારતીય આ મેડલ જીત્યો નથી.જે કિતીઁમાન નીરજ ચોપરાએ હાંસલ કરતાં સમગ્ર દેશભરમાં ગૌરવની લાગણી ફરી વળી છે.જેમાં કેન્દ્ર અને વિવિધ રાજ્યની સરકાર નીરજ ચોપરાને સન્માનિત કરવા અનેક પ્રકારના ઇનામોની જાહેરાત કરી રહી છે.ત્યાયે નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલ એસ.પી પેટ્રોલપંપના માલીક ઐયુબ પઠાણે પણ નીરજ ચોપરનાને સન્માનિત કરવા માટે એક અનોખી પહેલ કરી છે.પોતાના પેટ્રોલપંપ ઉપર આવતીકાલના સાંજના પાંચ વાગ્યા સુધી નીરજ નામના કોઈપણ વ્યક્તિ પેટ્રોલ ભરાવા આવે તો તેને રૂ.૫૦૧નું પેટ્રોલ મફતમાં ભરી આપવામાં આવશે તેવું પેટ્રોલપંપના માલીક ઐયુબ પઠાણે જણાવ્યું હતું.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ,


Share to