જૂનાગઢ માં સમાજોત્કર્ષ અને લોકસેવાનાં ખ્યાલો સાથે કાર્ય કરતુ સરદાર પટેલ કર્મચારી મંડળ જુનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાનાં વિસ્તાર વ્યાપમાં સરકારી, ખાનગી, અર્ધસરકારી પ્રકલ્પોમાં નોકરી કરતા લેઉવા પટેલ સમાજનાં ભાઇઓ અને બહેનો દ્વારા જૂનાગઢ જિલ્લામાં સરદાર પટેલ કર્મચારી મંડળ કાર્યરત છે. મંડળ દ્વારા સમાજોત્કર્ષ, કન્યાકેળવણી, સાંસ્કૃતિક, સેવાકીય અને વિદ્યાભ્યાસ લક્ષી બાબતોને આવરી લઇ સમાજહિતની ખેવના કરવામાં આવે છે. આ મંડળ દ્વારા પ્રતિ વર્ષ તેજસ્વી તારલાઓ, નિવૃત કર્મચારી અને વિશિષ્ઠ પ્રતિભાસંપન્ન વ્યક્તિ વિશેષોનું સન્માન-બહુમાન કરવામાં આવે છે. આવા જ ઉપક્રમે તાજેતરમમાં રાજ્યનાં કૃષિ પશુપાલન મંત્રીશ્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી શ્રી રાઘવજીભાઇ પટેલની અધ્યક્ષતામાં ત્રીવીધ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાનેથી ઉપસ્થિત તેજસ્વી તારલાઓને સંબોધતા મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે ગામડામાં વસતા ખેડુત પરીવારનાં છાત્રોને ખેતી, કૃષિ સંલગ્ન વ્યવસાયો અને આજનાં શિક્ષણની ઉપયોગીતા સમજાવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાનાં દંડક શ્રી કૈાશીકભાઇ વેકરીયા અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ સેવાનિવૃત કર્મયોગીઓ, તેજસ્વી તારલાઓ અને સિધ્ધી પ્રાપ્ત વ્યક્તી વિશેષોને અભિનંદન પાઠવી આજનાં બદલાતા સમયનાં પ્રવાહમાં નવા આયામો સિધ્ધ કરવા શુભકામનાં પાઠવી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંજયભાઇ કોરડીયા, શ્રી ભુપતભાઇ ભાયાણી, જે.વી.કાકડીયા તથા જૂનાગઢ મહાનગર પાલીકાનાં સ્થાયી સમીતિનાં અધ્યક્ષ હરેશભાઇ પરસાણા, અગ્રીણી શ્રી ભરતભાઇ અમીપરા, ડો. દેવરાજભાઇ ચીખલીયા ડો. ગીરીશભાઇ ગજેરા, સરદાર પટેલ શૈક્ષણીક સંસ્થાનાં ચેરમેન જે.કે.ઠેશીયા, ડો. વિઠ્ઠલભાઇ ચોવટીયા, ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી પી.જી.પટેલ, સહિત મહાનુભાવોએ સેવાનિવૃત કર્મયોગી,સન્માનિત છાત્રો અને સિધ્ધી પ્રાપ્ત વ્યક્તિઓને શુભકામનાં પાઠવી હતી.
આ તકે યુવાનોને કારકીર્દી ઘડત્તર માટે જાણીતા મોટીવેશનલ મનિષ વઘાસિયાએ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. તો આજનાં સોશ્યલ મીડિયાનાં યુગમાં મોબાઇલનાં સદઉપયોગથી કેમ કારકિર્દી ઘડી શકાય તે બાબતે હેતલ આર્ટનાં મથુરભાઇ રીબડીયાએ માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમનાં પ્રારંભે કર્મચારી મંડળનાં પ્રમુખશ્રી હરેશભાઇ વઘાસિયાએ મંડળની પ્રવૃતિની સેવાકીય વિગતો આપતા જણાવ્યુ હતુ કે સમાજે અમોને શું આપ્યુ એવુ વિચારવાને બદલે સમાજને આપણે શું આપી શકીએ એવા ઉમદા આશય સાથે સરદાર પટેલ કર્મચારી મંડળ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ જ્ઞાતિ-સમાજ અને ધર્મથી ઉપર ઉઠીને કરી રહ્યુ છે ત્યારે આ સત્કાર્યમાં સહભાગી સૈા મહાનુભાવો અને વિદ્યાર્થીઓ, વાલીગણ અને કર્મચારી મંડળનાં સૈા અતિથીઓને આવકાર્યા હતા.
આ કાર્યક્રમમાં નયનાબેન વઘાસિયા, કરશનભાઇ ધડુક, અનીલભાઇ પટોળીયા, ગોપાલભાઇ, બીપીનભાઇ રામાણી, અગ્રણી ઉદ્યોગપતિ સવજીભાઇ સાવલીયા, જેરામભાઇ ટીંબડીયા, ચુનીભાઇ રાખોલીયા, જેન્તીભાઇ વઘાસિયા, મુકેશભાઇ ભંડેરી, પી.બી. ગાજીપરા, ડી.કે.સાવલીયા, અમિતભાઇ ઠુમર, ભાવેશ વેકરીયા, ગાંડુભાઇ ઠેશીયા, સદભાવનાં ટ્ર્સ્ટનાં વિજયભાઇ ડોબરીયા, કેવલભાઇ ચોવટીયા, હરસુખભાઇ વઘાસિયા સહિત મહાનગરપાલીકાનાં કોર્પોરેટરશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતનાં સદસ્યશ્રીઓ, તબીબીક્ષેત્રે સેવારત અગ્રણી તબીબગણ, વિવિધ વિભાગમાં કાર્યરત વરીષ્ઠ અધિકારીગણ, જાહેર જિવનનાં વિવિધ પ્રકલ્પોમાં સેવાકકાર્ય સાથે સંકળાયેલ અનેક મહાનુભાવો અને વિદ્યાર્થીઓ, ગામે ગામથી પધારેલ લેઉવા પટેલ સમાજનાં જ્ઞાતીજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા સરદાર પટેલ કર્મચારી મંડળનાં કર્મયોગીઓ, કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સુચારૂ સંચાલન પ્રા. ધિરૂભાઇ દોમડીયા અને ડો. કોકીલાબેન ઉંધાડે સંભાળ્યુ હતુ. ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે સન્માનિત છાત્રો અને મહાનુભાવોને સન્માનપત્ર, શિલ્ડ, અને પ્રોત્સાહક ભેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જુનાગઢ માં Skating Against Drugs.Say No To Drugs થીમ આધારીત સ્પર્ધાનું આયોજન પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું અલગ અલગ જિલ્લામાંથી 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર. નેત્રંગ નગર ૨ મકાન સામે ગુનો નોંધાયો.
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ