November 22, 2024

માંડવી તાલુકાના કાલીબેલ માયા તળાવ નજીક ટિટોઈ ગામ જવાના માર્ગ ઉપર 55 વર્ષીય ઈસમ પર દીપડા દ્વારા જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે.

Share to



રિપોર્ટર… નિકુંજ ચૌધરી માંડવી સુરત

સુરત જિલ્લા ના માંડવી તાલુકામના કાલીબેલ ગામની સીમામાં આવેલ માયા તળાવ થી ટીટોય ગામ જવાના માર્ગ પર ધોળે દિવસે દીપડા દ્વારા 55વર્ષી ઠગીયાભાઇ છગનભાઈ ઈસમ પર જીવલે હુમલો કરાયો હતો.
ઘાયલ થયેલ વ્યક્તિ ને માથા ના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા. સમગ્ર
ઘટના ની જાણ થતાં જ ગામ સરપંચ સતીશ ચૌધરી સહિત ગામના યુવાનો દ્વારા વન વિભાગ ને જાણ કરતાં વિભાગ ના અધિકારીઓ તથા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા શંકર ચૌધરી વિગેરે દ્વારા તત્કાળ 108 માં માંડવી રેફરલ હોસ્પટલમાં લાવવામાં આવેલ હતા.અને ભૂતકાળ માં પણ કાલીબેલ ગામનાજ ઈસમ પર દીપડા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.અજી થોળા દિવસ પહેલા માંડવી તાલુકાના બોધાન ગામ ના કબ્રસ્તાનની દીવાલ પર માનવ હાજરી માં પણ બિન્દાસ લટાર મારતાં દીપડાનો દેખાવાની ઘટનાઓ સામે આવી હતી.જેથી વન વિભાગ તરફ થી હિંસક બનેલા દીપડાઓને પકડી ને જેવો ના શરીર માં કોઈક ઈ -ટેકનોલોજી વાળી ચીપ તેના શરીરમાં ફિટ કરી .આવા હિંસક બનેલા દિપડા ઓનું મોનેટરિંગ કરી રહેણાંક વિસ્તાર દૂર છોડવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે


Share to