November 21, 2024

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાછળ કરોડો ની લ્હાણી કરતી સરકાર…અંકેલશ્વર રાજપીપલા રોડ નું કામ ક્યારે..?રોજબરોજ બનતા અકસ્માતો….

Share to

રાજપારડી પાસે પુલ પરથી પસાર થતી ટ્રક ખાડા ના કારણે પલ્ટી ખાતા બચી ગયી…

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પાસે મધુમતી ખાડી પર બનેલ પુલ અત્યંત જોખમી..

રાજપારડી પાસે આવેલી મધુમતી ખાડી પર આવેલ પુલ બિસ્માર હાલતમાં થઇ જતા વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે…

જો પુલ પરથી વાહન પસાર થાય તો પુલ હલતો હોય એવો અહેસાસ વાહનચાલકો અનુભવી રહ્યા છે. ત્યારે અંતિમહત્વ ના ગણાતા ધોરીમાર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટ ને જોડતો માર્ગ હોવાથી માર્ગનું સમારકામ તાત્કાલિક ના ધોરણે સમરકામ કરવું જરૂરી બની ગયું છે… આજરોજ સવારે રાજપારડી પાસે આવેલ પુલ ઉપર માર્ગ બિસ્માર હોવાના કારણે એક ટ્રક નું ટાયર ખાડા માં ખાબકતા રેલિંગ માં ફસાઈ જતા ખાડીમાં ખાબકતા બચી જવા પામી હતી.

જ્યારે સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાછળ કરોડો રૂપિયા ની લ્હાણી કરાઇ રહી હોઈ તો કેમ અંતિમહત્વ ના ગણાતા અંકલેશ્વર રાજપીપલા રોડ નું સમારકામ કરાતું નથી તેવું લોકમુખે હાલ ચર્ચાઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં થી પસાર થતો ધોરીમાર્ગ સરદાર પટેલ પ્રતિમા ને જોડવાના આશયથી કરોડો ના ખર્ચ બનાવવાનું આયોજન હતું પણ તેનું કામ અરધવચ્ચે કોર્ભે પડતા હાલ તેનું સમારકામ પણ યોગ્ય અને સમયસર થતું નથી હાલ આ ધોરીમાર્ગ ની અત્યંત ખરાબ હાલત બની જતા .મરામત માટે‌ રાજ્ય સરકારે ફરી થી કરોડોની જાહેરાત કરી ટેન્ડર આપવામાં આવ્યું છે પણ કોન્ટ્રાકટરો પણ‌ મહીનાઓથી આ રસ્તા નું કામ કરવા માં રસ રાખતા નથી તેમ લાગી રહ્યું છે… હાલ તો બિસ્માર માર્ગનું તાકીદે સમારકામ હાથ ધરાય એવી સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા માગ ઉઠવા પામી છે…..


Share to

You may have missed