September 7, 2024

તલાટીની પરીક્ષાની આન્સર કી સાઈટ પર મૂકાઈ, ર્ંસ્ઇ બાબતે આ નંબર પર કરી શકો સંપર્ક

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૧૦
ગુજરાતમાં તલાટીની પરીક્ષા પંચાયત પસંદગી બોર્ડ દ્વારા રવિવારે યોજાઈ હતી. આ પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ દ્વારા વેબસાઇટ પર આન્સર કી મૂકવામાં આવી છે. હસમુખ પટેલે ટિ્‌વટ કરી આ અંગે માહિતી આપી છે. હસમુખ પટેલે ટિ્‌વટ કરતા કહ્યું કે, તલાટીની પરીક્ષાની આન્સર કી વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. તલાટી પરીક્ષાના ર્ંસ્ઇ બાબતે કોઈ પ્રશ્ન હોય તો તે અંગે બોર્ડના હેલ્પલાઇન નંબર ૮૭૫૮૮૦૪૨૧૨, ૮૭૫૮૮૦૪૨૧૭ ઉપર કચેરી સમય દરમિયાન ફોન કરી શકશે. તલાટી પરીક્ષાની આન્સર કી અપલોડ થયા બાદ નિયમ મુજબ ઉમેદવારોને વાંધા સૂચન રજૂ કરવા માટે સમય આપવામાં આવશે. વાંધા સૂચનોના નિરાકરણ બાદ આખરી પરિણામ તૈયાર કરી જૂન મહિનામાં જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, તલાટીની પરીક્ષા માટે ૮ લાખ ૬૪ હજાર થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપવા સંમતિ આપી હતી. ૮ લાખ ૬૪ હજાર થી વધુ ઉમેદવારો પૈકી ૫ લાખ ૭૨ હજાર ૩૦૮ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ રીતે જાેઈએ તો ૬૬.૩ ટકા ઉમેદવારો એ તલાટીની પરીક્ષા આપી હતી. રાજ્યમાં પાંચ વર્ષ બાદ ૩૪૦૦થી વધુ જગ્યાઓ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષામાં અંદાજે ૫.૭૨ લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થતા હસમુખ પટેલે સરકારી સંસ્થાઓ પોલીસ અધિકારીઓ રેલવે વિભાગ, એસટી વિભાગ સહિત તમામ લોકોનો આભાર માન્યો હતો. હસમુખ પટેલે કહ્યું હતું કે, પરીક્ષાખંડમા પહોંચતા પહેલા સૌ પ્રથમ વિધાર્થીઓને ચેક કરવામા આવ્યા હતા. કોઈ પણ સ્થળે ગેરરીતી સામે આવી નથી. એસટી બસે પણ બસો મુકી તે સારી વાત છે. સ્વૈચ્છિ સંસ્થાઓએ સારી કામગીરી કરી છે. પોલીસ વિભાગે પણ ખૂબ જ સરસ કામગીરી કરી છે. ગામડાઓમા લોકો ઉમેદવારોની વ્હારે આવ્યા હતા. પ્રાંતથી લઈ ડીવાયએસપી સુધીના અધિકારી કામગીરીમાં હતા. સ્વૈચ્છિ સંસ્થાઓએ સારી કામગીરી કરી છે. આ સાથે જ તેમણે તમામ સરકારી અધિકારીઓ અને સંસ્થાઓનો આભાર માન્યો હતો. હસમુખ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ રીતે રાજ્યમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થઈ હતી. જૂન મહિનામાં પરિણામ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે. આ સાથે જ તેમણે તમામ સરકારી અધિકારીઓ અને સંસ્થાઓનો આભાર માન્યો હતો.


Share to

You may have missed