September 4, 2024

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ખોટો લાભ લેતા ચેતજો : રાજપીપળા ટેકરા ફળિયાના એક લાભાર્થી સામે નોંધાઈ ફરિયાદ

Share to



(ઈકરામ મલેક દ્વારા) – રાજપીપળા : સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨૦૧૭ થી કાર્યરત છે જેમાં રાજપીપળા નગરપાલિકા માં આવતા વિસ્તારમાં પોતાના નામે કાચા મકાન કે જમીન ધરાવતા વ્યક્તિઓ ને આનો લાભ મળતો હોય પરંતુ તેઓનું કે તેમના પરિવારનું ભારતભર માં કોઈજ પાકું મકાન નથી તેવું સોગંદનામુ પણ કરવાનું હોવાથી લાભાર્થીઓ ખોટા સોગંદનામા કરી મફત મળતી સહાય મેળવવા ગેરમાર્ગે દોરતા હોવાની વાત સામે આવ્યા બાદ પાલિકાનાં મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયા એ આવા એક ખોટા લાભાર્થી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરતા અન્યો માં ફફડાટ ફેલાયો છે

રાજપીપળા નગરપાલિકા નાં મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયાં એ આપેલી ફરિયાદ મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો નાણાંકીય આર્થિક લાભ લેવા રાજપીપળા ટેકરા ફળિયામાં રહેતા જગદીશભાઈ જેસંગભાઈ વસાવા એ પોતે તથા પોતાના પરિવારના સભ્યો નું રાજપીપલા નગરપાલિકાના સીટી સર્વે નંબર-૧૭૩ મા પોતે તથા પરિવારની સંયુક્ત માલિકીનું પાકુ મકાન આવેલ હોવા છતા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો નાણાંકીય આર્થિક લાભ લેવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મમાં સાથે એફિડીવીટ પર પોતાનુ કે પરિવારના સભ્યનું ભારતભરમાં કોઇ પણ જગ્યાએ પાકું મકાન ધરાવતા નથી તેવું ખોટું સોગંદનામું ઉભુ કરી આવાસનું મકાન બાંધકામ કરવા માટે પોતે તથા પોતાના પરિવારના સભ્યોની સંયુક્ત માલિકીનુ પ્રોપર્ટીકાર્ડ મુખ્ય અધિકારી સમક્ષ રજુ કરી આવાસ મંજુર કરાવી આવાસના પ્રથમ હપ્તાના એડવાન્સ નાણા રૂ.૩૦,૦૦૦/- નો આર્થિક લાભ મેળવી બાકીના આવાસના હપ્તાઓની રકમ મેળવવા માટે રસીકભાઈ મંગાભાઈ વસાવાની કબ્જા માલિકીની પ્લોટ સીટ નંબર-૩ સર્વે નંબર ૧૭૪ વાળી જમીનમાં બાંધકામ કરવાની કોશીષ કરતા પાછળથી એડવાન્સ નાણા રૂ.30,000/- વસુલી છેતરપીંડી આચરવા માટે સોંગદનામા જણાવેલ હકીકત ખોટી હોવાનું સારી રીતે જાણતા હોવા છતા ખરા તરીકે ઉપયોગ કરી છેતરપીંડી કરતા રાજપીપળા પોલીસે જગદીશ વસાવા સામે છેતપીંડી નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના નો આ ગુનો કદાચ ગુજરાત રાજ્યમાં પ્રથમ ગુનો હશે માટે ખોટા સરકારી લાભો લેતા લોકોએ આ ફરિયાદ બાદ ચેતી જવું પડશે.

– રાજપીપળા માં ૨૦૧૭ થી શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘણા લાભાર્થીઓ ને લાભ મળ્યો છે પરંતુ આમાં હજુ ઝીણવટભરી તપાસ થાય તો ઘણા ખોટા લાભાર્થીઓ બહાર આવશે એ બાબત નકારી નાં શકાય


Share to

You may have missed