December 21, 2024

વાલિયા તાલુકાના ઇટકલા ગામમાં આવેલ પારસીની જમીન પચાવી પાડવાના કૌભાંડમાં સંડોવાયેલ તલાટી ક્રમ મંત્રી બાદ મામલતદારને ભરૂચ એલસીબીએ વડોદરા ખાતેથી ઝડપી પાડ્યો હતો

Share to



વાલિયા તાલુકાના ઇટકલા ગામ ખાતે ભીખાજી અરદેસર બેહારામજી ભરૂચાની પત્ની જરબેન રહેતા હતા જેઓ જમીન ગામના રાજેન્દ્રસિંહ મોતીસિંહ રાઠોડ ગેરલાભ લઇ ગ્રામ પંચાયતના તલાટી સુરેશ મગનત્રિકમ વાળંદ સાથે મેળાપીપણામાં ૩૦-૯-૧૯૮૯માં બનાવટી મહેસુલ પાવતીઓ રજુ કરી રેકર્ડમાં સરકારી દફતરે ખેડ હક્ક તરીકે અરજી આપી પોતાનું નામ દાખલ કરાવ્યું હતું જે બાદ મૂળ જમીન માલિક પારસી દંપતીનું અવસાન થયું હતું

જે બાદ જમીનું ખેડાણ કરતા રાજેન્દ્રસિંહ રાઠોડ અને તેના પુત્ર યુવરાજસિંહ રાઠોડ તેમજ જનકબેન રાજેન્દ્રસિંહ રાઠોડએ ખોટું વિલ નામું દાખલ કરી જમીન પચાવી પાડવાના કૌભાંડ આચર્યું હતું આ અંગે વાલિયા પોલીસે તલાટી ક્રમ મંત્રી સહીત ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.. ભરૂચ એલસીબીએ જમીન કૌભાંડમાં સંડોવાયેલ તલાટી ક્રમ મંત્રી બાદ તે સમયના વાલિયાના મામલતદાર અને હાલ વડોદરાના આજવા રોડ ઉપર આવેલ જય યોગેશ્વર ટાઉનશીપમાં રહેતા વાલાભાઈ પાનાભાઈ મછારાને ઝડપી પાડ્યો હતો



*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed