November 21, 2024

અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટેસુરત ખાતે વિભાગીય વિશ્લેષણ સમિતિ અને વિજીલન્સ સેલની કચેરીનો શુભારંભ કરતા આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાઃ

Share to


…….
અનુસૂચિત જનજાતિના બંધારણીય અધિકારો માટે રાજય સરકાર કટિબધ્ધઃ આદિજાતિ મંત્રી
——-
દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના અનસુચિત જાતિના ઉમેદવારોના
જાતિના પ્રમાણપત્રોની ખરાઈ સુરત કચેરી ખાતેથી થશેઃ
——-
સુરતઃસોમવારઃ- અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે સુરત ખાતે વિભાગીય વિશ્લેષણ કચેરી અને વિજીલન્સ સેલની નવીનત્તમ કચેરીનું ઉદ્દધાટન વન, આદિજાતિમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે થયું હતું.
નાન પુરા ખાતે બહુમાળી ભવન, સી-બ્લોક, પહેલા માળે આ વિભાગીય કચેરી હેઠળ સુરત તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ અને નર્મદા જિલ્લાના અનુસૂચિત જનજાતિના ઉમેદવારોની જાતિના પ્રમાણપત્રોની ખરાઈ કરવામાં આવશે.
આ વેળાએ મંત્રીશ્રી વસાવાએ જણાવ્યું હતું કે, અનુસુચિત જનજાતિના ઉમેદવારોના બંધારણીય અધિકારોના રક્ષણ માટે રાજય સરકાર કટિબધ્ધ છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઇ અંગેનો કાયદો વર્ષ-૨૦૧૭માં પસાર કરીને તેને કાયદાકીય સ્વરૂપ આપીને તેનો ચુસ્ત અમલ શરૂ કરવામાં આવ્યો હતો. આ કાયદા અનુસાર રૂલ્સ અનુસાર રાજય તમામ જિલ્લાઓને ચાર ઝોનમાં વહેંચણી કરવામાં આવી છે. જેમાં અધિક કલેકટર, ડી.વાય.એસ.ની પોસ્ટ ઉભી કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત ઝોનના સાત જિલ્લાના ઉમેદવારોને ધો.૧૦ બાદ એસ.ટી. તરીકે શિક્ષણ, તાલુકા જિલ્લા પંચાયત તરીકે કે અન્ય ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવું હોય કે સરકારી નોકરી મેળવવી હશે તો અહીની કચેરી ખાતેથી વિશ્લેશ્વણ સમિતિ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે ત્યાર બાદ ઉમેદવારને તેના બધા લાભો મળશે. અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ અત્યાર સુધી જાતિના પ્રમાણપત્રોની ખરાઈ માટે ગાંધીનગર સુધી જવું પડતુ હતું પણ હવે પ્રાદેશિક કક્ષાએ તેઓના પ્રમાણપત્રોની ખરાઈ થઈ શકશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, કચેરી શરૂ થવાથી અરજદારોના સમય અને નાણાની બચતની સાથે ઘર આંગણે સુવિધા ઉપલબ્ધ થશે.
આ વેળાએ મહુવાના ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા, ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી મોતિભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્યશ્રી શબ્દશરણ તડવી, અગ્રણીશ્રી સુરજ વસાવા, નિલેશભાઈ તડવી, વિભાગીય વિશ્વેષણ કચેરી સુરતના સંયુકત કમિશનરશ્રી વી.પી.મચ્છાર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.પી.ગૌતમ, મદદનીશ કમિશનરશ્રીમતિ એ.જી.નાયક તેમજ જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed