મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેવા અનુરોધ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ સોમવાર :- કોરોનાકાળ માર્ચ-૨૦૨૦ થી આજ દિન સુધીમાં માતા અને પિતા બંને ગુમાવનાર બાળકો માટે માસિક રૂ.૪૦૦૦/- આર્થિક સહાય આપતી “મુખ્યમંત્રીશ્રી બાળ સેવા યોજના” અમલમાં છે. કોરોનાકાળ માર્ચ-૨૦૨૦ થી આજ દિન સુધીમાં એકવાલી(માતા કે પિતા) ગુમાવનાર બાળકોનો પણ સરકારશ્રી દ્વારા સહાય આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ યોજનાઓ માટે કોઈ પણ આવક મર્યાદા નથી. આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો સાથે જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રાઉન્ડ ફ્લોર, જુની કલેક્ટર કચેરી, કણબીવગા ભરૂચનો સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.