જૂનાગઢ ના ભેસાણ ની સરકારી વિનયન કોલેજ માં તા08/02/2023 ના રોજ સપ્તધારા પ્રકલ્પ અંતર્ગત યોગ નું આયોજન કરવામાં આવ્યું હતું
. આ કાર્યક્રમ નો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ માં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો રહ્યો હતો. યોગ: કર્મસુ કૌશલમ્. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય શ્રી ડૉ. યોગેશકુમાર વી. પાઠક સાહેબ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું
.આ કાર્યક્રમ માં કોલેજના બહોળા પ્રમાણમાં વિધાર્થીઓ જોડાયા હતાં. યોગ વિશેષજ્ઞ શ્રી કરણ વિકમા દ્વારા યોગનું જીવન માં મહત્વ તેમજ યોગના ફાયદા થી વિધાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખેલકૂદ યોગ વ્યયામ ધારા ના કોર્ડીનેટર ડો. સંજય એલ બંધિયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ માં કોલેજ નો સમગ્ર સ્ટાફ પરિવાર ઉત્સાહભેર જોડાયો હતો.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.