November 21, 2024

સાગબારા તાલુકાના રાણીપુર ગામનું પ્રાર્થના ઘર તોડવાને વિષે પ્રસિધ્ધ થયેલા એ અખબારીઅહેવાલ અંગે નર્મદા જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ તરફથી કરાયેલી જરૂરી સ્પષ્ટતા

Share to



રાજપીપલા,શુક્રવાર :- સાગબારા તાલુકાના રાણીપુર ગામનું પ્રાર્થના ઘર તોડવાને વિષે તાજેતરમાં કેટલાંક વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધ થયેલા એ અખબારી અહેવાલ અંગે નર્મદા જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ તરફથી સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે, સાગબારા તાલુકાના રાણીપુર ગામના કેટલાંક અસામાજીક તત્વો એક સંપ કરી આ પ્રાર્થનાનુ ઘર તોડી પાડવા માટેની તજવીજ કરીને ખોટી ભામક જાહેરાતો કરી જિલ્લા તથા તાલુકા કક્ષાએ ખોટી રજૂઆતો કરેલી છે. તેને તોડી પાડીને તેમને સંતોષવાનો પ્રયત્ન કરેલો છે. અને પોતાના અંગત સ્વાર્થ સાધવા પ્રયત્ન કરેલો છે.

પરંતુ રાણીપુર ગામ ખાતે બનાવેલ પ્રાર્થના ઘર રાણીપુર ગામની ગૌચર જમીનમાં ગેરકાયદેસર રીતે બનાવેલ છે. જેથી સદરહુ દબાણ દૂર કરવા અંગે રાણીપુર ગ્રામ પંચાયત તરફથી તા.૦૬/૦૭/૨૦૨૧ ના રોજ દબાણ હેઠળ આવેલ તમામને દિન-૧૫ માં સર્વે નંબર-૭૧ વાળી જગ્યા ખાલી કરવા નોટીસ આપવામાં આવેલ છે, અને સદરહુ સમગ્ર દબાણ સરકારી ગોચરની જમીન હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જણાય આવેલ છે. તેથી ઉક્ત વિગતો સત્યથી વેગળી હોવાનું નર્મદા જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ તરફથી જણાવાયું છે.


Share to

You may have missed