સુરત:ગુરૂવાર: દેશની મહત્તમ વસ્તી ગામડાઓમાં વસે છે. ગ્રામીણ વિસ્તારના સર્વાંગી વિકાસ, સમુદાયની આર્થિક સમૃદ્ધિ તેમજ પ્રદેશની રોજગાર ક્ષમતા વધારવા ગામડાઓના જૂથને રૂર્બન પ્રદેશ તરીકે વર્ગીકૃત કરીને તેમના સામૂહિક વિકાસ માટે કેન્દ્ર સરકારે શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન અભિયાન અમલી બનાવ્યું છે, જેનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ ગ્રામસંકુલોને આર્થિક, સામજિક અને ભૌતિક આંતરમાળખાકીય સવલતો પૂરી પાડવાનો છે.
આ અભિયાનનો મુખ્ય હેતુ ગામડાઓના જૂથનો આર્થિક વિકાસ તેમજ ત્યાં વસતા લોકોને પાયાની જરૂરિયાત સંતોષાય અને તેના દ્વારા રૂર્બન જૂથનો સર્વાંગી વિકાસ છે. અભિયાન અંતર્ગત રૂર્બન વિસ્તારોને બે વિભાગમાં સમાવાયા છે. આદિવાસી વિભાગ અને અન્ય વિભાગ. બંને વિભાગ માટે પસંદગીની પદ્ધતિ અલગ છે, રાજ્યો પોતાની રીતે એક મોટું ગામ પસંદ કરે અને એની આસપાસના નાના ગામોને સાંકળી લે, પછી મોટા ગામડાની ગ્રામ પંચાયત વિકાસ કેન્દ્ર તરીકે જવાબદારી બજાવે. રૂર્બન જૂથ માટે નક્કી કરેલા ગામડા વિકાસ કેન્દ્રથી પાંચ-દસ કિલોમીટરના અંતરે હોય છે, જેથી અભિયાનના અમલમાં સરળતા રહે.
રાષ્ટ્રીય રૂર્બન અભિયાનના અમલથી ગામડાઓમાં આર્થિક, ટેકનોલોજીકલ અને સેવા ક્ષેત્રોમાં વધારાની સાથે ગામડાઓમાં બેરોજગારી અને ગરીબીનું નિવારણ થશે, જેથી સ્થાનિક લોકોને આર્થિક વિકાસ સાધવામાં પ્રોત્સાહન મળશે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.