જૂનાગઢ_વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા અમદાવાદ શહેરથી જુનાગઢ ખાતે લગ્ન પ્રસંગ માટે આવેલ પરીવારનો કપડા સહીતના સામાનનો કુલ રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો ગુમ થયેલ થેલો નેત્રમ શાખા જૂનાગઢ દ્રારા શોધી કાઢેલ._*
💫 _અરજદાર શીલ્પાબેન પટેલ અમદાવાદ શહેરમાંથી જૂનાગઢ લગ્ન પ્રસંગ માટે પરીવાર સાથે આવેલ હોય, ગાંધીચોક ખાતે બસમાંથી ઉતર્યા બાદ ઓટો રીક્ષામાં બેઠેલ, ઓટો રીક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની સાથેનો એક થેલો કે જેમાં લગ્ન પ્રસંગમાં પહેરવાના નવા કીંમતી કપડા સહીતનો સામાન હતો જે થેલો ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, તે અને તેમના પરીવાર વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ બી ડીવીઝનના પી.આઇ. એન.એ.શાહ ને કરતા પી.આઇ. એન.એ.શાહ દ્રારા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા અને બી ડીવીઝન પોલીસ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
💫 _*જૂનાગઢ રેન્જના આઈજી શ્રી મયંકસિંહ ચાવડા* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
💫 _જૂનાગઢ હેડ ક્વા. ડીવાયએસપી એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. હાર્દિકસિંહ સીસોદીયા, રાહુલગીરી મેઘનાથી, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ બી ડીવીઝન પો.સ્ટે.ના વનરાજસીંહ ચુડાસમાં સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી શીલ્પાબેન અને તેમનો પરીવાર ગાંધીચોકથી જે ઓટો રીક્ષામાં બેઠેલ તે સમગ્ર રૂટના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV* ફૂટેજ ચેક કરતા શીલ્પાબેન જે ઓટો રીક્ષામાં બેઠેલ તે ઓટો રીક્ષાના નં GJ 17 Y 2208 શોધી કાઢવામાં આવેલ._
💫 _નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા ઓટો રીક્ષા ચાલકને શોધી ઉક્ત થેલો કે જેમાં શીલ્પાબેન પટેલ અને તેમના પરીવારનો રૂ. ૧૦,૦૦૦/- ની કીંમતના સામાનનો થેલો જૂનાગઢ પોલીસ દ્રારા શોધી આપેલ. *નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા પોતાના કીંમતી સામાનનો થેલો સહી સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને અમદાવાદથી જૂનાગઢ આવેલ શીલ્પાબેન દ્રારા નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો આભાર પણ વ્યક્ત કર્યો હતો….*_
💫 _*જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ ટુરીસ્ટ સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા *નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા.* આમ, જૂનાગઢ પોલીસ દ્વારા રૂ. ૧૦,૦૦૦/-ની કીંમતનો થેલો ગણતરીની કલાકોમાં પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે…_
મહેશ કથીરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.