હાલ બજાર માં આયાતી પામતેલમાં હવાલા રિસેલમાં 10 કિલોના રૂ.1167થી 1168માં માંડ 40થી 50 ટનના વેપાર થયો હતો. જ્યારે રિફાઈનરીમાં ડાયરેક્ટ ડિલીવરીમાં 100 ટનના વેપારો રૂ.1070માં થયાનું
બજારના સૂત્રોનું કહેવું છે…….
વિશ્વ બજારમાં હાલ પામતેલના ભાવ નરમ રહ્યા હતા. જ્યારે અમેરિકા ની વાત કરવામાં આવે તો ત્યાંના સોયાતેલના ભાવ પ્રોજેકશન માં સાંજે
47 થી 48 પોઈન્ટ ઉંચકાયા હોવાના સમાચાર મળ્યા હતા….
મુંબઈ હાજર બજારમાં સિંગતેલના ભાવ વધી 10 કિલોદીઠ રૂ.1410 /- રહ્યા હતા. કપાસીયા તેલના ભાવ વધી રૂ.1370 રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.1430 /- તથા રિફાઈન્ડના
રૂ.1460/- રહ્યા હતા. ઉત્પાદક મથકોએ સિંગતેલના ભાવ વધી રૂ.1375/- થી 1400 /- તથા 15 કિલોના ભાવ વધીને
રૂ.2230/- થી 2240 /- રહ્યાના સમાચાર મળ્યા હતા. તે દરમિયાન મુંબઈ ના બજારમાં પામતેલના ભાવ રૂ.1165/- વાળા
રૂ.1168/- થી 1170 /- જ્યારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.1040/- વાળા રૂ.1045 /- રહ્યા હતા.
મુંબઈ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ, આ વર્ષે દેશમાં વરસાદ સારો પડે તથા પાક સારો થાય એ માટે ભગવાન ને પ્રાર્થના કરતા કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાના ઉપક્રમે અધ્યક્ષ અતુલભાઈ ગણાત્રાની આગેવાની હેઠળ તાજેતરમાં વરુણ યજ્ઞાનું આયોજન બજારમાં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વરસાદ શરૂ થતાં બજારમાં આનંદની લાગણી ફેલાઈ હોવાનું બજારના અગ્રણી રિજ્જુભાઈ પંડયાએ જણાવ્યું હતું. દરમિયાન, સોયાબીનની આવક મધ્ય પ્રદેશ ખાતે આશરે 75 હજાર ગુણી તથા મહારાષ્ટ્રમાં આશરે 40 હજાર ગુણી આવી હતી.
જ્યારે
દેશવ્યાપી ધોરણે આવી આવકો આજે આશરે સવા લાખ ગણી આવી હતી….
#DNSNEWS REPORT
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.