November 21, 2024

ગીર ગઢડા તાલુકામાં તાઉ તે વાવાઝોડા ની સહાય માં અનેક આવેદન નો છતાં તંત્ર મૌન

Share to


. ગીર ગઢડા તાલુકાના જુના ઉગલા ગામે ઘર વખરી મકાન અને ખેતી વાડીમાં ભારે નુક્સાન થયેલ હોય પરંતુ હજુ સુધી 50 થી 60 ટકા લોકોને પણ વળતર ચૂકવવામાં ન આવ્યું હોય તેથી જુના ઉગલા ગામના લોકો દ્વારા ગીર ગઢડા તાલુકાના સેવા સદન ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું
તેમજ સરકાર દ્વારા મોકલવામાં આવેલી ટીમ દ્વારા પણ લોકોને જાણ કરવામાં ન આવી હોય તેમજ એકજ જગ્યા ઉપર બેસી રાજકીય ઓથ ધરાવતા લોકોના દબાણ હેઠળ સર્વે કરવામાં આવ્યું હોય તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે આજે આશરે બે મહિના જેવું વાવાઝોડા ને થવા આવ્યું હોય છતાં ગીર ગઢડા તાલુકા માં તાઊતે વાવાઝોડા ની સહાય થી વંચિત લોકો દ્વારા અનેક આવેદન પત્ર અપાય ચૂક્યા હોય તેમ છતાં સરકારી બાબુ ઓના પેટનું પાણી પણ હલતું નથી જો ઉચ્છ અધિકારી ઓ દ્વારા તપાસ થાય તો કરોડો નું કોભાંડ બહાર આવે તેવી શક્યતા છે અને જે લોકોને સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે તેને રી સર્વે કરી યોગ્ય વળતર આપવા નહી આવેતો ગીર ગઢડા તાલુકા ની જનતા દ્વારા આંદોલન ની પણ ચીમકી આપવામાં આવી છે

*રિપોર્ટર. વિશાલ ચૌહાણ ગીર ગઢડા*


Share to

You may have missed