ભરૂચ: શુક્રવાર:ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે મિશન ગ્રાઉન્ડ, મિશન સ્કૂલની સામે તા.૨૬ જુન ૨૦૨૨ના રોજ સવારે ૮:૪૫ વાગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લીમીટેડ અંતર્ગત ઝઘડિયા ખાતે ૬૬ કે.વી. વણાકપોર સબ સ્ટેશન તેમજ અન્ય ૩(ત્રણ) સબ સ્ટેશનનું લોકાર્પણ તથા ૧(એક) ૬૬ કે.વી. સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં માર્ગ અને વાહન વ્યવહાર નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તથા રાજ્યકક્ષાના કૃષિ,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.આ ઉપરાંત ભરૂચના સાસંદ શ્રી મનસુખભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહેશે.એમ મેનેજિંગ ડાયરેકટર શ્રી ઉપેન્દ્ર પાંડે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લીમીટેડ, વડોદરા દ્વારા જણાવ્યું છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો