November 21, 2024

ઉમલ્લા બજાર માં એક ઓવરલોડ રેતી ના ટ્રક ચાલકે એક અલ્ટો કાર ને અડફેટે લેતા કાર નો કચ્છરઘાંણ ….પોલીસ કર્મચારીઓ લેટ આવતા સ્થાનિકો વિફર્યા…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ડી એન એસ ન્યૂઝ ભરૂચ 27-05-22

ગતરોજ સાંજ ના 7 વાગ્યાં ના અરસા માં ઉમલ્લા મેઈન બજાર માં રેલવે ફાટક નજીક એક અકસ્માત સર્જાયો હતો જેમાં પાણેથા તરફ થી આવતી એક ઓવરલોડ રેતી ભરેલ ટ્રક નંબર GJ 05 BU 5168 ના ટ્રક ચાલકે ઉમલ્લા રેલવે ફાટક ના ચઢાણ ઉપરથી ઓવરલોડ રેતી ભરવાના કારણે તેની બ્રેકો ના લાગતા તેનું સંતુલન ના રહેતા તે રિવર્સ માં ઘસી આવતા પાણેથા તરફ જતી મારતી અલ્ટો કાર નંબર – GJ- 38- B -9013 ને અડફેટે લીધી હતી જેમાં અકસ્માત થતા કાર ના પાછળ ના ભાગે આગ લાગી હતી જેને સ્થાનિકો એ પાણી નાખી તાત્કાલિક આગ ને હોલાવી ધીધી હતી જેના કારણે મોટી દુર્ઘટના થતા અટકી હતી…કાર માં સવાર ચાર લોકો નો સદનસીબે સ્થાનિકો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા …જોકે તેમાંથી બે વ્યક્તિ ને નાની મોટી ઇજા ઓ પણ થવા પામી હતી…ઉમલ્લા બજાર માં રેલવે ફાટક નજીક અકસ્માત સર્જાતા લોકો એ કારમાં સવાર ચાર વ્યક્તિ ને મહા જેહમત થી બહાર સુરક્ષિત કાઢ્યા હતા તો બીજી તરફ ઉમલ્લા પોલીસ ને સ્થાનિકો દ્વારા જાણ કરતા પોલીસ પોતાની આદત ને અગાળ ધપાવતા કોઈ ફિલ્મ ના પ્રમાણે લેટ પોંહચતા સ્થાનિકો રોસે ભરાયા હતા અને પોલીસ કર્મચારીઓ ને આડે હાથ લીધા હતા તો બીજી તરફ લેટ આવેલ પોલીસ જમાદાર થોમસ એ રેતી માફિયા નું ઉપરાંણુ લઈ આવ્યા હોઈ તેમ કાર ના માલિક ને ના પૂછતાં રેત માફિયા સાથે સેટિંગ માં લાગી ગયા હતા અને ટ્રક ને જવાદો અને તમે બધા અહીંયા થી જતા રહો તેમ સ્થાનિકો ને ગાળો ભાડતા જોવા મળ્યા હતા તો મીડિયા ને જોતાજ તેઓ ની સીટી પીટ્ટી ગુમ થઈ ગઈ હતી અને તાત્કાલિક નુકશાન થયેલ કાર માલિક ને શોધવા લાગ્યા હતા…

અત્રે ઉલ્લેખનીય છે કે ઝગડીયા માં નર્મદા કિનારે આવેલ ઇન્દોર,પાણેથા, નાના વાસણા, જેવા ગામો માં મોટા પાયે રેતી ની લીઝો આવેલ છે તેમાં કેટલીક કાયદેસર છે તો કેટલીક ગેરકાદેસર પ્રવુતિ માંથી દરોજ મોટી સઁખ્યા માં ઓવરલોડ વિના રોયલ્ટી રેતી ભરેલ હાયવા ટ્રક રાત દિવસ ચાલે છે જેના થી ઉમલ્લા થી વેલુગામ સુધી ના રસ્તા માં આવતા ગામો ના લોકો ને અકસ્માતો પણ થયા છે ને કેટલા લોકો ના મૃત્યુ પણ થયા છે..ત્યારે લોક ચર્ચા પ્રમાણે આવી પ્રવુતિ માં પોલીસ,ખાણ ખનીજ વિભાગ, મામલતદાર ના મેળાપીપણા થી બે રોકટોક આવા રેતમાફિયા માટેલા સાંઢ ની જેમ આવા સાથનિકો ઉપર જો હુકમી કરતા પણ અચકાતા નથી…તો નવનિયુક્ત ભરૂચ ના એસ પી શ્રી ડો લીના પાટીલ પણ આવા વાહણ ચાલકો ઉપર તવાઈ બોલાવે તે જરૂરી બન્યું છે…

હાલ તો આ લખાય રહ્યું છે ત્યારે હજુ કોઈ આ અકસ્માત નો ગુનો હાલ પોલીસ ચોપડે નોંધાયેલ નથી…
ત્યારે ઉમલ્લા પોલીસ પણ આ બાબતે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ કે પછી સેટિંગ ની પ્રથા યથાવત રાખે છે તે જોવું રહ્યું…

#સતીશ વસાવા / દૂરદર્શી ન્યૂઝ બ્યુરો ભરૂચ


Share to