November 21, 2024

માસિક સહાય મળવાથી ઉચ્ચ અભ્યાસ માટે હવે મુશ્કેલી નહીં પડે: જૂહી અને વેદી પટેલ

Share to


કોરોનાએ માતાપિતાની છત્રછાયા છીનવી લીધી, રાજ્ય સરકારે માતાપિતાની ભૂમિકા અદા કરી બે સગી બહેનોને આર્થિક આધાર આપ્યો
———
સુરતઃબુધવારઃ- રાજ્ય સરકારે વિશ્વવ્યાપી મહામારી કોરોનાના સમયમાં અનાથ નિરાધાર થયેલા બાળકોની વેદના પ્રત્યે સંવેદના દર્શાવી આવા બાળકોને આર્થિક આધાર પૂરો પાડવા અને શાળાકીય અભ્યાસમાં સહાયરૂપ થવા ‘મુખ્યમંત્રી બાલ સેવા યોજના’ શરૂ કરી છે. આ યોજના હેઠળ સુરતની બે બહેનો જૂહી અને વેદી પટેલને દર માસે પ્રતિ વ્યક્તિ રૂ.૪૦૦૦ ની સહાય મળશે.
અમરોલીના ઉતરાણ ખાતે રહેતા પટેલ પરિવારના મોભી સ્વ.મયુરભાઈ અને તેમના પત્ની સ્વ.ધર્મીબેનનું કોરોનાથી નિધન થયું હતું. કોરોનાએ આ પરિવારની ૧૫ વર્ષીય વેદી અને ૧૨ વર્ષીય જૂહી પરથી માતાપિતાની છત્રછાયા છીનવી લીધી, ફેબ્રુઆરી-૨૦૨૧માં કોરોનાગ્રસ્ત બનેલા પિતા મયુરભાઈ અને એપ્રિલ-૨૦૨૧માં મમ્મી ધર્મીબેનનું અવસાન થતાં પટેલ પરિવાર પર આભ તૂટી પડ્યું. માત્ર ૩ મહિનાના અંતરે માતાપિતા ગુમાવી દીધા. પણ રાજ્ય સરકારે સંકટની ઘડીમાં વ્હારે આવી અનાથ-નિરાધાર બનેલી બે બહેનોને માતાપિતાનું છત્ર પૂરૂં પાડી આર્થિક આધાર આપ્યો છે. જૂહી અને વેદીના મોટા પપ્પા સુનીલભાઈ પટેલ અને મોટા મમ્મી વૈશાલીબેન હાલ બંને બહેનોના પાલક પિતાની જવાબદારી વહન કરી રહ્યાં છે.
મોટી પુત્રી વેદી આનંદ વ્યક્ત કરતાં જણાવે છે કે, માતાપિતા અવસાનનું દુઃખ હજુ અમને ભૂલાયું નથી. કોરોનાના કારણે અમે માતા અને પિતાના પ્રેમથી વંચિત થયાં છીએ, પણ રાજ્ય સરકારે અમારી કાળજી લઈને માતાપિતા સમાન ભૂમિકા નિભાવી છે. અમે બંને વરાછાની મૌની સ્કુલમાં અભ્યાસ કરીએ છીએ. ઉચ્ચ અભ્યાસ માટે દર મહિને મળનારી રૂ.૪ હજારની સહાય ખુબ ઉપયોગી નીવડશે


Share to

You may have missed