November 21, 2024

ભરૂચ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન

Share to


ભરૂચઃ સોમવારઃ- જિલ્લા રમતગમત અધિકારીની કચેરી- ભરૂચ ધ્વારા જિલ્લા કક્ષા ખેલ મહાકુંભ સ્પર્ધા (તમામ વય જુથ)નું આયોજન કરવામાં આવેલ છે.તાલુકા કક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓને નીચે મુજબ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જણાવાયું છે. ખેલ મહાકુંભ સ્પર્ધાના ભાગરૂપે તા.૦૫/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૮-૦૦ કલાકે ચેસ સ્પર્ધા (ભાઇઓ/બહેનો) અને એથ્લેટીકસ (ભાઇઓ/બહેનો) તથા તા.૦૬/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૮-૦૦ કલાકે શુટીંગ બોલ (સીધી જિલ્લા કક્ષા-ભાઇઓની) અને યોગાસન (ભાઇઓ/બહેનો)ની સ્પર્ધા ડી.એચ.સ્પોર્ટસ કોમ્પલેક્ષ, જે.પી.કોલેજ- ભરૂચ ખાતે યોજાશે.
તા.૦૬/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૮-૦૦ કલાકે રસ્સાખેંચ સ્પર્ધા (ભાઇઓ/બહેનો) અને તા.૦૭/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૮-૦૦ કલાકે કબડૃી (ભાઇઓ/બહેનો) પ્રાર્થના વિધાલય- ભરૂચ ખાતે યોજાશે.
તા.૦૮/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૮-૦૦ કલાકે સંસ્કાર વિધાભવન- ભરૂચ ખાતે ખો-ખો સ્પર્ધા( ભાઇઓ/બહેનો)ની યોજાશે. તા.૦૯/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૮-૦૦ કલાકે વોલીબોલ સ્પર્ધા (ભાઇઓ/બહેનો) જે.બી.મોદી વિધાલય- ભરૂચ ખાતે યોજાશે.
જિલ્લા કક્ષા સ્પર્ધામાં તાલુકાકક્ષાએથી વ્યકિતગત રમતમાં પ્રથમ અને દ્રિતીય સ્થાન મેળવેલ ખેલાડીઓ ભાગ લેશે.જયારે ટીમ રમતમાં પ્રથમ અને દ્રિતીય સ્થાન મેળવેલ ર (બે) ટીમો ભાગ લેશે એમ જિલ્લા રમત ગમત અધિકારી- ભરૂચે એક અખબારી યાદી ધ્વારા જણાવાયું છે.


Share to

You may have missed