November 21, 2024

વન, આદિજાતિમંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાનેમાંડવી તાલુકાના અધિકારી-પદાધિકારીઓ સાથે વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈઃ

Share to


સુરતઃરવિવારઃ- વન, આદિજાતિ રાજયમંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને માંડવી નગરપાલિકા હોલ ખાતે માંડવી તાલુકાના અધિકારી-પદાધિકારીઓ સાથે વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પાંચ હેકટર સુધીના નાના અને સીમાત ખેડુતોને આંબાના ફળાઉ છોડ ટુંક સમયમાં વિતરણ કરવામાં આવશે. માંડવી તાલુકા રેન્જમાં વર્તમાન વર્ષે વન મહોત્સવ અંતર્ગત આઠ લાખ વૃક્ષોનો વાવેતર લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જેનો પૂર્ણ નિષ્ઠા સાથે પૂર્ણ કરવા અધિકારીઓને સુચના આપી હતી. મહેકમ, વનસહભાગી મંડળીઓ સાથે રહીને વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તેવા ધનિષ્ઠ પ્રયાસો કરવાની હિમાયત મંત્રીશ્રીએ કરી હતી. આ ઉપરાંત આદિજાતિના અધિકારીઓ સાથેની બેઠકમાં ઉમરપાડા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વધુમાં વધુ લોકોને ઘરો મળે તેમજ ન્યુ ગુજરાત પેટર્નની અરજીઓનો નિકાલ સંબધિ સુચનાઓ આપી હતી. આ તકે મંત્રીશ્રીએ કોરોના કાળ દરમિયાન જે બાળકોના માતા-પિતા અવસાન પામ્યા હોય તેવા બાળકોને પાલક માતા-પિતા યોજનાનો લાભ મળે તે માટે ના સહિયારા પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો.
આવનારી કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે માંડવી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૫૦ બેડની ઓકિસજન સાથેની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવનાર છે જેમાં ઓકિસજન પ્લાન્ટ ઉભો કરવાની કામગીરી પ્રગતિ હેઠળ હોવાનું પ્રાંત અધિકારીશ્રી જનમ ઠાકોરે જણાવ્યું હતું.
પદાધિકારીઓના સાથે યોજાયેલી બેઠકમાં પદાધિકારીઓએ માંડવીથી પસાર થતો નેશનલ હાઈવે નં.૬ પર માંડવીથી ઉમરપાડા તરફના રસ્તાને પહોળો કરવાનો હોવાથી વૃક્ષો દુર કરવા, માંડવીથી કીમના રસ્તાને સ્ટેટ આર.એન.બી. હસ્તકની લેવાની રજુઆત કરી હતી.
બેઠકમાં માંડવી નગરપાલિકાના પ્રમુખશ્રી અન્ય પદાધિકારીઓ, આદિજાતિ તથા વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed