November 21, 2024

નેત્રંગ ઝંખવાવ રોડ પર પંચાયત વારીગુહ તેમજ બાગ પાસે કચરા ના ઢગલા મા ૪૦ થી ૫૦ જેટલા મરેલા મરધા કોઇક નાખી ગયુ.

Share to



એક સાથે નાખેલા મરધા બ્લડફલયુ ના રોગચાળા છે કે કેમ તે તપાસ નો વિષય

કોરોના ની ત્રીજી લહેર ને આમંત્રણ આપવા માટે ચેડા.

તાલુકા ના મુખ્ય કચેરીઓના ઉચ્ચ અધિકારીઓ નજીક ના વિસ્તારમાં રહે છે.

પ્રતિનિધિ દ્વારા નેત્રંગ. તા, ૦૪ જુલાઇ, ૨૦૨૧.

નેત્રંગ ઝંખવાવ રોડ પર પંચાયત વારીગુહ તેમજ બાગ પાસે કચરા ના ઢગલા મા મરેલા મરધા કોઇક નાખી જતા ત્યાથી પસાર થતા રાહદારીયોમા, સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા જતા ભાવિકભકતો સહિત આ વિસ્તારમાં રહેતા રહીશો મા રોષ ની લાગણી ફરી વળી છે.
તો બીજી તરફ આ વિસ્તારમાં તાલુકા મથક ખાતે આવેલ કેટલીક કચેરીઓના મુખ્ય અધિકારીઓ નું રહેઠાણ તેવા વિસ્તારમાં આ રીતે કચરા ના ઢગલા હોય અને તેમા પણ મરેલા મરધા જાહેર રસ્તા ની બાજુ માં નાખતા તત્વો સામે ગ્રામપંચાયત તેમજ પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવે તેવું પ્રજા મા ચઁચા ઇ રહયુ છે.
નેત્રંગ ટાઉન ના મુખ્ય પ્રવેશદ્વાર પર ચારે તરફ કચરા ના ઢગલા ના દશઁન કરીને ટાઉન મા પ્રવેશ કરવો પડે છે. તેની સાથે જ સ્વરછ ભારત અભિયાન ના ખુલ્લે આમ ધજાગરા જોવા મળે છે. ગ્રામપંચાયત ના વહીવટી તંત્રે મલાઇદાર વિકાસ ના કામોમાં કરીને તિજોરી તરીયા જાતક કરી નાખતા આજે સામાન્ય જનઆરોગય ની સુખાકારી માટે ખચઁ કરવા મુશ્કેલ થઇ પડીયા છે. જેને લઇને ટાઉન મા સ્વરછ ભારત અભિયાન નો અમલ થતો નથી. અને સાથેસાથે ટાઉન ના લોકો પણ સ્વચ્છતા બાબતે જાગુત ન હોવા થી ચાર રસ્તા વિસ્તારના દુકાન ધારકો થી લઇને મોટા ભાગના લોકો કચરો નેત્રંગ ઝંખવાવ રોડ પર પંચાયત વારીગુહ તેમજ બાગ પાસે. લાલમંટોડી વિસ્તારમાં પ્રેટોલપંપ તેમજ કબ્રસ્તાન પાસે કચરો મેઇન રોડ ને અડીને જ નાખતા હોય છે.
જેમાં નેત્રંગ ઝંખવાવ રોડ પડેલા કચરા ના ઢગલા મા આજે પ્રોલટીફામઁ ના મરેલા મરધાકોઇક ૪૦ થી ૫૦ જેટલા નાખી જતા ચકચાર મચી જવા પામી છે. એક સાથે મોટી સંખ્યામાં મરેલા મરધા ઓને લઇને પ્રજા દહેશત ફેલાઇ છેકે બ્લડફલયુ ના રોગચાળા મરધા છે કે કેમ તે એક તપાસ નો વિષય છે પ્રોલટીફામઁ ના મરધાનુ વેચાણ કરનારા રોગચાળા વાળા મરધા વેચાણ કરી રહ્યા છેકે કેમ તે પણ તપાસ નો વિષય છે.
એક સાથે મરેલા મરધા રોડ સાઇડ પર કચરામાં નાખતા સ્વામીનારાયણ મંદિરે દર્શન કરવા જતા ભાવિકભકતો ની ધામિઁક લાગણી દુભાઇ છે. વારીગુહ ખાતે ફીલ્ટર પાણી લેવા આવતા તેમજ બાગ મા ફરવા આવતા લોકો મા તેમજ આ વિસ્તાર ના રહીશો ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કચરાના ઢગલા મા મરેલા મરધા નાખી જનઆરોગય ની સુખાકારી માટે જોખમ ઉભું કરનારા તેમજ કોરોના ની ત્રીજી લહેર ને આમંત્રણ આપતા તત્વો સામે તાત્કાલીક તપાસ હાથ ધરી કડકમાં કડક સજા કરવામાં આવે તેવું પ્રજા મા ચઁચાઇ રહયુ છે .
સ્વામીનારાયણ મંદિર પાસે મુકવામાં આવેલ સી. સી. ટી. વી. કેમેરા પંચાયત વારીગુહ તેમજ બાગ પાસે મુકવામાં આવે તે જરૂરી છે.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed