October 18, 2024

ફ્લેક્સ-ફ્યુલ વાહનોનું ઉત્પાદન ભારતમાં શરૂ થશે ઃ કેન્દ્રીય પ્રધાન નિતીન ગડકરી

Share to



(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૧૩
ફ્યુલ કમ્પોઝિશન સેન્સર અને ઈઝ્રેં પ્રોગ્રામિંગ જેવી ટેક્નોલોજીના આવવાથી આપણે વિચારી ના શકીએ તેવું ઉત્પાદન થશે અને આ ટેકનોલોજી આવવાથી જેમાં વાહનો માટે એવા ફ્લેક્સ-ફ્યુલ એન્જિનનું ઉત્પાદન શરૂ કરશે જે એક કરતાં વધુ ઇંધણ પર ચાલી શકે. એક વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘ઈ્‌ ગ્લોબલ બિઝનેસ સમિટ’ને સંબોધતા ગડકરીએ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી જણાવ્યું કે, છ મહિનામાં ફ્લેક્સ-ફ્યુલ વાહનોનું ઉત્પાદન શરૂ કરશે સરકાર ૧૦૦% સ્વચ્છ ઉર્જા સ્ત્રોતો સાથે જાહેર પરિવહન ચલાવવાની યોજના પર કામ કરી રહી છે. ફ્લેક્સ-ફ્યુલ એ ગેસોલિન અને મિથેનોલ અથવા ઇથેનોલના મિશ્રણમાંથી તૈયાર કરાયેલ વૈકલ્પિક બળતણ છે. તેમણે કહ્યું કે ટીવીએસ મોટર અને બજાજ ઓટો જેવી કંપનીઓએ ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર માટે ફ્લેક્સ-ફ્યુલ એન્જિનનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. ફ્લેક્સ ફ્યુલ એન્જિન એ એક રીતે આંતરિક કમ્બશન એન્જિન છે જે એક કરતા વધુ પ્રકારના ઈંધણ પર ચાલી શકે છે અને જાે ઈચ્છીએ તો તેને મિશ્રિત ઈંધણ પર પણ ચલાવી શકાય છે. આમાં પેટ્રોલની સાથે સાથે ઇથેનોલ અને મિથેનોલના મિશ્રણનો ઉપયોગ કરી શકાય છે. ફ્યુલ કમ્પોઝિશન સેન્સર અને ઈઝ્રેં પ્રોગ્રામિંગ જેવી ટેક્નોલોજીના આગમન સાથે, એન્જીન પોતાની રીતે વોલ્યુમ સેટ કરીને ફ્યુલ ઉપયોગ કરી શકે છે. ફ્લેક્સ ફ્યુલથી ઇંધણ ખર્ચમાં ઘટાડો થાય છે. જ્યારે આવા ઇંધણ પર ચાલતા વાહનો પ્રદૂષણ પણ ઓછું ફેલાવે છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય મંત્રીએ તમામ ઓટોમોબાઈલ કંપનીઓને આ પહેલ શરૂ કરવાની અપીલ કરી છે. જાે ઇથેનોલ કે ગેસોલિનનો ઉપયોગ કરવો હોય તો એવા વાહનો બજારમાં ઉતારવા પડશે જે ફ્લેક્સ એન્જિન પર ચાલશે. વિશ્વના ઘણા ભાગોમાં આવા વાહનો બનાવવામાં અને ચલાવવામાં આવે છે. ભારતમાં હજુ તેનું ઉત્પાદન શરૂ થયું નથી. એફએવી આંતરિક કમ્બશન એન્જિન ધરાવે છે. જે ગેસોલિન, ગેસોલિનના મિશ્રણ અને ઇથેનોલ પર કામ કરે છે અને ઇથેનોલ પર કામ કરે છે.


Share to

You may have missed