December 22, 2024

નેત્રંગમાં સગીર ઉપર બળાત્કાર કરનાર મુખ્ય આરોપી મુકેશ ભરવાડ જેલભેગોવિશ્વ મહિલા દિને ચાર દિકરીઓના પિતાએ ૧૪ હતું વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુંત્રણ ઈસમો વિરુદ્ધ પોસ્કો એક્ટ, એટ્રોસિટી અને મારામારીની કલમ જોડી કાયદેસરની કાર્યવાહી હાથધરી

Share to



તા.૦૯-૦૩-૨૦૨૨ નેત્રંગ.

નેત્રંગમાં સગીર ઉપર બળાત્કાર કરનાર મુખ્ય આરોપી મુકેશ ભરવાડને પોલીસે જેલભેગો કયૉ હતો.

નેત્રંગમાં તાલુકાના મથકના ટેમ્પોના ડ્રાઇવર મુકેશ રાજા ભરવાડ નામના નરાધમે ૧૪ વષીઁય સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ હતું.જ્યારે ભોગ બનનાર દિકરીના પિતાને બીજા ત્રણ ઈસમોએ ભેગા મળી ઢોરમાર મારી માથાના ભાગે ગંભીર ઇજાઓ પોહચાડી હતી.આ ઘટના બાદ ત્રણ ઈસમો વિરુદ્ધ નેત્રંગ પોલિસે પોસ્કો એક્ટ,એટ્રોસિટી અને મારામારીને લગતી કલમ ઉમેરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુન્હાની ગંભીરતાની જાણ થતાં અંકલેશ્વર વિભાગીય નાયબ પોલીસવડા ચિરાગ દેસાઈએ આગળની તપાસ હાથ ધરી હતી.જેમાં પોલીસે ઘટનાની ગંભીરતા જાણી ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી મુકેશ ભરવાડને પકડી જેલભેગો કરી આગળની કાયવાહી હાથધરી હતી.

ઉલ્લેખનીય છે કે,નેત્રંગ,ડેડીયાપાડા, ઝઘડીયા ત્રણ તાલુકામાં છેલ્લા દોઢ મહિનામાં રેપ અને ગેંગ રેપ જેવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે.આ તેં રેપ માં બે સગીરા ભોગ બની છે.ત્યારે તમામ સમાજે ચેતવાની જરૂર છે.સમાજમાં આવી ઘટના નિંદાને પાત્ર છે.નેત્રંગ તાલુકામાં ત્રણ બાળકોનેના પિતા ઉપર લોકો એ ફિટકાર વરસાવ્યો હતો અને કડક સજાની માગ કરી હતી.

*ફોટોમેટર :- વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed