December 22, 2024

ડીસાના થેરવાડામાં 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે રસીકરણનો કાર્યક્રમ યોજાયો…

Share to


સમગ્ર વિશ્વમાં જ્યારે કોવિડ-19 કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્રારા પ્રજાનું આરોગ્ય સુખમય અને તંદુરસ્ત રહે તે માટે સરકારની ગાઈડલાઇન મુજબ કોરોના સંક્રમણને ડામવા માટે સરકાર દ્રારા ગામડે-ગામડે રસીકરણ કાર્ય ક્રમ યોજવામાં આવી રહ્યા છે.ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામમાં રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો તેમજ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.દેવ તેમજ આર.સી.એચ.ઓ ડો. જીજ્ઞેશ હરિયાણી તેમજ ભડથ પ્રા.આ.કે. ના મેડિકલ ઓફિસર ડો.મેમણભાઈના માર્ગદર્શન હેઠળ 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.જેમાં ફી.હે.વ ભારતીબેન તેમજ આરોગ્ય કાર્યકર પીયૂષભાઈ તેમજ આશાવર્કર રમીલાબેન બારોટ, થેરવાડા સરપંચ અજરણભાઈ ચૌધરીના સહકારથી રસીકરણ કરવામાં આવ્યું અને કોરોના અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું…

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા


Share to

You may have missed