December 22, 2024

જૂનાગઢ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ શારદાબેન કથેરીયા “આપ માં જોડાયા ની અફવાનો મીડિયામાં ખુલાસો કર્યો

Share to


જૂનાગઢ શહેર કોંગ્રેસ મહિલા કોંગ્રેસ પ્રમુખ શારદાબેન કથેરીયા “આપ” માં જોડાયા ની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ વાઇરલ થય તે સદનત રથ્યહીન અને પાયાવિહોણી છે.શારદાબેન કાલે પણ કોંગ્રેસમાં હતા આજે પણ કોંગ્રેસમાં છે અને આવનારા દિવસોમાં પણ કોંગ્રેસમાં રહેવાના છે જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ શારદા બેન કથીરીયા તારીખ 28-6-2021 ના રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા તેઓ સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયેલા મેસેજ ના અનુસંધાને શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ શારદાબેન કથીરિયા જુનાગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે મીડીયા સમક્ષ એક કોંગ્રેસી તરીકે ખુલાસો કરેલ છે તેવો તારીખ 28-6-2021 ના રોજ આમ આદમી પાર્ટીના કાર્યાલયે પાસેથી પસાર થયા ત્યારે કોઈ પણ મનુષ્ય ને પક્ષા પક્ષી થી પર રહી એક માનવીય તરીકેના સંબંધો હોય છે જે સંબંધ ના ભાગરૂપે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ શારદાબેન ને ઉભા રાખી હાથ ઊંચો કરીને તેમની બહેનપણીના નાતે રોકીને જયશ્રી ક્રિષ્ના કરેલ અને તે દરમિયાન હશી મજાકમાં શારદાબેન કાંઇ સમજે તે પહેલા તે આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકરે હાથમાં રહેલ તે મના પક્ષની ટોપી પહેરાવીને ફોટો તસ્વીર લય લીધેલ અને ત્યારબાદ તે ફોટો તસ્વીર ને તે આમ આદમી પાર્ટીના કાર્યકરો એ સોશીયલ મીડિયામાં વાઇરલ કરેલો જેનો ખુલાસો મીડિયા સમક્ષ શારદાબેન કથીરીયા એ કરેલ છે અને જણાવ્યું છે કે હું જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ છું.જેથી હું કોંગ્રેસ પક્ષની કાયમી ઋણી છું અમે ક્યારેય પક્ષ પલટો કરવાનો ઇરાદો કરેલ નથી અને કરીશ પણ નહીં હજી મારે કોંગ્રેસ પક્ષને ઘણુ ઋણ ચૂકવવાનું બાકી છે જેથી કોંગ્રેસમાં છું કોંગ્રેસ પક્ષમાં રહેવાની છું પક્ષ પલટા ની અફવા પાયાવિહોણી છે જે અફવા નેલય નેકોગ્રેસ પક્ષ ના મારા કાર્યકર્તાઓએ ગેરમાર્ગે દોરાવાનું નથી જેની નોંધ લેવી. 2022 માટે કોંગ્રેસ પક્ષ ની એક એક મહિલા ભારતીય જનતા પાર્ટીની સરકારની નિષ્ફળતાઓ ઘર ઘર સુધી પહોંચાડવા અભિયાન ચલાવે તેવું જૂનાગઢ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ શારદાબેન કથિરિયાએ જણાવ્યું હતું.

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ


Share to

You may have missed