December 22, 2024

પાવીજેતપુરના વંકલા ગામે અજાણ્યા શખ્સે લાઈટના ૬ પોલ તોડતા ગામમાં અંધારપટ

Share to


પાવીજેતપુર તાલુકાના છેવાડાના વંકલા ગામે છેલ્લા બે દિવસથી ગ્રામજનો અંધારું ઉલેચી રહ્યા છે જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે કોઈ અજાણ્યા શખ્સે ગામમાં પ્રવેશતી મુખ્ય લાઈટની લાઈનના છ જેટલા પોલ તોડી નાખતા વંકલા ગામના ગ્રામજનોને અંધારું ઉલેચવાનો વારો આવ્યો છે.
આ પોલનું ચોમાસા દરમિયાન સમારકામ કરવું એમજીવીસીએલના કર્મચારીઓ માટે માથાના દુખાવા સમાન બન્યું છે.
આ કામ એમજીવીસીએલના કર્મચારીઓને કાંતો હેરાનપરેશાન કરવા માટે અથવા તો ગામના લોકો સામે આક્રોશ ઠાલવવા માટે અજાણ્યા શખ્સોએ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કોસીંદ્રાના ડેપ્યુટી ઇજનેરે અજાણ્યા શખ્સ વિરુદ્ધ સરકારી માલ મિલ્કતને નુકશાન પહોચાડયાની ફરિયાદ નજીકના પોલીસ સ્ટેશને નોંધાવાની તજવીજ હાથ ધરી છે.
તેમ જાણવા મળ્યું છે.આમ વંકલા ગામે અજાણ્યા શખ્સે છ લાઈટના પોલ તોડી નાખતા ગ્રામજનોને અંધારું ઉલેચવાનો વારો આવ્યો છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed