December 22, 2024

નેત્રંગમાં સોયાબીન બિયારણના પ્રતિ ક્વિન્ટલના ૧૪,૦૦૦ ભાવથી ખેડુતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા,

Share to


* ખાતર ભાવમાં ધરખમ વધારાની સાથે બિયારણના ભાવમાં વધારો ઝીંકાયો,

તા.૨૮-૦૬-૨૦૨૧ નેત્રંગ

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતોની હાલત દયનીય બની જવા પામી હતી.ખેડુતો ખેતીકામ છોડવા મજબૂર બની ગયા છે,કાળી મજુરી કરીને હેમખેમ ખેતરમાં ઉભો કરેલા પાક તાઉતે જેવા કુદરતી વાવઝોડાથી નષ્ટ-નાબુદ થઇ ગયો હતો,અને ખાતરના ધરખમ ભાવ વધારાથી ખેડુતોને ભારે આથિઁક ફટકો પડ્યો હતો.જ્યારે નેત્રંગના અંતરીયાળ વિસ્તારમાં સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતો ચોમાસાની સિઝનમાં સોયાબીનનો પાક કરી ઘરગુજરાન ચલાવતા હોય છે.છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણની રહેતા ખેડુતો ખેતર ખેડીને તૈયાર કરી દીધા છે,અને વરસાદની પ્રતીક્ષા કરી રહ્યા છે.જેમાં નેત્રંગના બજારમાં સોયાબીનના બિયારણના ભાવ સાતમાં આસમાને પહોંચ્યા છે.સોયાબીન બિયારણના પ્રતિ ક્વિન્ટલના ૧૪,૦૦૦ ભાવથી હોવાથી ખેડુતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા.સોયાબીનના બિયારણની ખરીદી કરવા ખેડુતો અસમર્થ રહ્યા જણાઇ રહ્યા છે.આ બાબતે ખેડીવાડી વિભાગના જવાબદાર અધિકારીઓ ખેડુતોના હિત માટે જરૂરી પગલા ભરે તેવી માંગ ઉઠી છે.




રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed