November 22, 2024

રાજકુમાર રાવ અને ભૂમિની ફિલ્મ બધાઈ દોને સારો પ્રતિસાદ

Share to



(ડી.એન.એસ),મુંબઈ,તા.૧૨
રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર અભિનીત ફિલ્મ બધાઈ દોને ફિલ્મ વિવેચકો અને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મ રિલીઝના પહેલા દિવસે સરેરાશ કમાણી કરવામાં સફળ રહી છે. ફિલ્મબીટે બોક્સ ઓફિસ વર્લ્‌ડવાઈડના એક અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર ફિલ્મની રિલીઝના પ્રથમ દિવસે દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યા છે. આ ફિલ્મે શરૂઆતના દિવસે કુલ ૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જાે કે આશા છે કે, ફિલ્મ વીકેન્ડમાં સારી કમાણી કરી શકે છે. વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું હોવાથી વીકેન્ડમાં આ ફિલ્મ જાેવા માટે યુવાનો સિનેમા હોલમાં જાય તેવી શક્યતા છે. હવે જાેવાનું એ રહેશે કે વીકેન્ડમાં ફિલ્મ કેટલો બિઝનેસ કરી શકે છે. રાજકુમાર અને ભૂમિની ફિલ્મ મ્ટ્ઠઙ્ઘરટ્ઠટ્ઠૈ ર્ડ્ઢ લોકોમાં ચર્ચાનો વિષય રહી હતી. તેનું કારણ ફિલ્મની થીમ છે, જે લવંડર મેરેજ છે. જેમણે આ ફિલ્મ જાેઈ છે તેઓ તો સમજી જ ગયા હશે કે આ લવંડર મેરેજ શું છે, પરંતુ જેઓ આ થીમથી અજાણ છે તેઓને જણાવી દઈએ કે લવંડર મેરેજ એ ગે અને લેસ્બિયન વચ્ચેના લગ્ન છે. સ્ત્રી અને પુરુષના લગ્ન સામાન્ય છે. હવે સમલૈંગિક લગ્નોને પણ માન્યતા મળી રહી છે, પરંતુ લવંડર લગ્ન વિશે જાણવું ખૂબ મુશ્કેલ છે. આમાં એક પુરુષ અને એક મહિલા પરિણીત છે, પરંતુ તે બંને ગે અને લેસ્બિયન છે. લવંડર મેરેજનો કોન્સેપ્ટ એવા લોકો માટે છે જેઓ સમાજના ડરને કારણે પરિવાર સાથે તેમના ગે અને લેસ્બિયન હોવાની વાત કરી શકતા નથી. પરિવારના દબાણમાં ગે અને લેસ્બિયન કપલ લગ્ન કરે છે, પરંતુ માત્ર સમાજને બતાવવા માટેરાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર અભિનીત ફિલ્મ બધાઈ દો ૧૧ ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ડિરેક્ટર હર્ષવર્ધન કુલકર્ણીની આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મની થીમ પર આધારિત છે, જેના પર ભાગ્યે જ કોઈ ફિલ્મ બની હોય. હાસ્ય અને જાેક્સની વચ્ચે આ ફિલ્મ એક મોટો સંદેશ પણ આપે છે, જે કદાચ સમાજ સુધી પહોંચાડવો જરૂરી હતો. કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે સિનેમાઘરોમાં રીલિઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે જ શાનદાર પ્રદર્શન કરવામાં સફળ રહી છે.


Share to