November 21, 2024

છોટાઉદેપુર જિલ્લામાં રસીકરણ પ્રક્રિયાને વેગવંતી બનાવવા માટે કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણ દ્વારા કરવામા આવી રહેલા સ્તુત્ય પ્રયાસ

Share to


વિવિધ વિભાગના અધિકારીઓને પણ રસીકરણ અંગેની કામગીરીમાં સહયોગ કરવા માટે કરી તાકીદ

છોટાઉદેપુર કલેક્ટર તરીકે તાજેતરમાં જ ચાર્જ સંભાળનાર સુશ્રી. સ્તુતિ ચારણ દ્વારા જીલ્લામાં રસીકરણ પ્રક્રિયા વેગવંતી બને એ માટે સરાહનિય પ્રયાસો હાથ ધર્યા છે. તેમણે જિલ્લા કક્ષાના અધિકારીઓને પણ રસીકરણની કામગીરીમાં યોગ્ય સહયોગ કરવા તાકીદ કરી છે.
કોવીડ-19 કોરોના વાયરસનાં સંક્રમણથી સમગ્ર વિશ્વ ઘેરાયું છે. નજીકના ભવિષ્યમાં ત્રીજી લહેરની સંભાવના નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. સંજોગોને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજી લહેરની અસરને ખાળી શકાય એ માટે જીલ્લા કલેકટરે જિલ્લામાં રસીકરણ પ્રક્રિયા ઝડપી બને એ માટે કમરકસી છે. કલેકટર દ્વારા વન વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, મહેસૂલ વિભાગ, ખેતીવાડી અને બાગાયત વિભાગ, પંચાયત વિભાગ સહિતના જિલ્લા કક્ષાના વિભાગીય અધિકારીઓને રસીકરણ પ્રક્રિયામાં સહયોગી થઈ વધુમાં વધુ નાગરિકોને રસી આપવામાં મદદરૂપ થવા તાકીદ કરી છે. જિલ્લા કલેકટર દ્વારા રોજે રોજ કરવામાં આવતી રસીકરણ અંગેની કામગીરીની નિયમિત રીતે રોજ સાંજે સમીક્ષા પણ કરવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જીલ્લામાં વિવિધ ૮૦ કેન્દ્રો ખાતે રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના તમામ વિભાગો તેમના લાભાર્થીઓ અને સ્ટેક હોલ્ડર્સને આ રસીકરણ કેન્દ્રો ખાતે રસીકરણ કરાવે એવી અપેક્ષા સાથે તેમણે તમામ વિભાગોને જવાબદારી સોંપી છે.
કલેક્ટર સ્તુતિ ચારણના ચાર્જ લીધા બાદ જિલ્લાની રસીકરણ પ્રક્રિયામાં ઝડપ આવી છે એ વાતમાં બેમત નથી. કોરોના વાયરસનાં સંક્રમણથી બચવા માટે રસી એકમાત્ર ઉપાય હોય વધુમાં વધુ રસીકરણ કરવામાં આવે તો સંભવિત ત્રીજી લહેર સામે રક્ષણ મળી રહેશે માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રસીકરણ અંગેની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સંક્રમણથી બચવા માટે રસી એકમાત્ર ઉપાય હોઈ જિલ્લા વહીવટી તંત્રના વડા તરીકે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાની જાહેર જનતાને પણ રસી મુકાવી વહીવટી તંત્રને સહયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed