(ઈકરામ મલેક) – રાજપીપળા : રાજપીપળા શહેરમાં બાઈક ચોરીના બનાવો સતત વધી રહ્યા છે જેમાં ટાઉન પી.આઈ.જે. જી.ચૌધરી દ્વારા શહેરની ફરતે દરેક એન્ટ્રી એક્ઝીટ પોઈંટો પર પોલીસ ગોઠવી દેવામાં આવી છે જે રાત્રે વાહન ચર્કિંગ કરી જરૂરી પૂછપરછ કરી રહી હોય કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે વાહન જણાઈ તો તુરત પગલાં લેવા માટે પોલીસનો તખ્તો ગોઠવાયો છે માટે શહેરમાં બાઈક ચોરી કે અન્ય કોઈપણ ગેરકાયદેસર ગતિવિધિ પર હાલમાં ટાઉન પોલીસ સતત વોચ રાખતી નજરે પડે છે.
જોકે તારીખ 17 જાન્યુઆરી ની રાતથી શહેરમાં આવતા અને બહાર જતા દરેક પોઇન્ટ ઉપર પોલીસ કાફલો તૈનાત કરાયો છે તયારે હાલ કોઈ વાંધાજનક વાહન કે વ્યક્તિ જોવા મળ્યા નથી પરંતુ હવે બાઈક કે અન્ય વાહન સહિત ની પ્રવૃત્તિઓને અંજામ આપનાર પોલીસ ની બાઝ નજરમાંથી નહિ બચી શકે તેમ પી. આઈ.ચૌધરી એ જણાવ્યું હતું.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.