November 21, 2024

પતંજલિ નર્સિંગ સ્કુલ દ્વારા ન્યુટ્રીશન એક્જિબીસન યોજવામાં આવ્યું.

Share to


પતંજલિ નર્સિંગ A.N.M. ની બહેનો દ્વારા અભ્યાસક્રમના ભાગરૂપે ન્યુટ્રીશન એક્ઝીબીસન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શરીરને જરૂરી એવા તમામ પોષક તત્વની સમજ આપવામાં આવી હતી. ઉપરાંત તેમાં જરૂરી પોષક તત્વો શેમાંથી પ્રાપ્ત થાય છે, તેમજ શરીરને નીરોગી અને હેલ્થી રાખવા માટે કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ તેની જુદા જુદા ચાર્ટ દ્વારા સમજ આપવામાં આવી હતી. અને નર્સિંગ ની બહેનો દ્વારા વેજીટેબલ બિરિયાની પણ બનાવવામાં આવી હતી. દરેક વિદ્યાર્થીને તેમાં રહેલી ન્યુટ્રીશન વિશે સમજ આપી હતી. જો ભારત સરકાર દ્વારા પણ ન્યુટ્રીશન પ્રત્યે જાગૃતિ લાવવા 1 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર સુધીના વીક ને ન્યુટ્રીશન વીક તરીકે જાહેર કરીને ઉજવણી કરવી જોઈએ.દરેક વ્યક્તિ જાગૃત થશે તો જ આવી કોરોનાની મહામારી સામે આપણે રક્ષણ મેળવી શકીશું.
આ કાર્યક્રમમાં મહેમાન તરીકે મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ.ચાંદનીબેન તથા આર્યવ્રત નર્સિંગ કોલેજના સંચાલક રમેશભાઈ કૈલા હાજર રહી વિદ્યાર્થીને ન્યુટ્રીશન વિષે માહિતગાર કર્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પતંજલિ નર્સિંગ સ્કૂલ માં ટ્યુટર તરીકે ફરજ બજાવતા પરમાર ભારતીબેન દ્વારા કરવામાં આવ્યું હતું. અને છેલ્લે પતંજલિ નર્સિંગ સ્કુલના ડાયરેક્ટર ડૉ.અલ્પેશ સીણોજીયા દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.


પાર્થ વેલાણી. DNSNEWS


Share to

You may have missed