December 23, 2024

કોરોનાકાળના બે વષઁના સમયગાળામાં નેત્રંગની તમામ શાળાઓની કોફડી હાલત.

Share to


* ફી નહિ આવતા શિક્ષકોના પગાર,અન્ય ખઁચાઓ કાઢવા મુશ્કેલ.
*
કરાર આધારિત (૧૧ માસની) શિક્ષકોની ભરતી હોવા છતા,સંસ્થા પર શિક્ષકો હાવી.

તા.૧૬ જુન,૨૦૨૧ નેત્રંગ.

પ્રાપ્ત માહિત મુજબ કોરોના વાયરસ માહામારીને લઇને જનઆરોગયની સુખાકારીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે શાળા કોલેજો બંધ કરાવી દીધી છે,જેને બે વષ નો સમયગાળો થવા આવ્યો છે.તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકાની શાળાઓ ચલાવતી સંસ્થાઓની હાલત કફોડી બની જવા પામી છે.તો બીજી તરફ છેલ્લા બે વષઁના સમય ગાળા દરમ્યાન શાળાઓમાં ફી નહિ આવતા શિક્ષકોના પગારથી લઇને અન્ય ખઁચાઓ કાઢવા મુશ્કેલ થઇ પડીયા છે. ત્યારે શાળા સંચાલકોએ ૧૧ માસના કરારે રાખેલા શિક્ષકોને છુટા કરવાની નોબત આવતા,શિક્ષક આલમમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.જેને લઇને કેટલીક સંસ્થાના સંચાલક મંડળ અને શિક્ષકો આમને સામને આવી ગયા છે.

નેત્રંગ તાલુકાનો સપુણઁ વિસ્તાર અતિપછાત વિસ્તાર છે,૮૦ થી ૯૦ ટકા વસ્તી ભોળા આદિવાસી સમાજની છે.નેત્રંગનો વિકાસ કરવા માટે રાજપીપળાના રાજાએ બારડોલી વિસ્તારના ભકત પાટીદાર સમાજને ખેતી કરવા બોલાવ્યા હોવાનું જાણવા મળેલ છે.ભકત પાટીદાર સમાજના લોકોએ નેત્રંગ વિભાગમાં વઁષો પહેલાથી વસવાટ કરીને જંગલ વિસ્તારને સાફ કરીને ખેતી લાયક જમીન બનાવી ઉપજ લેવાનું શરૂ કર્યુ અને સાથે સાથે આદિવાસી વિસ્તારનાં લોકોનો સઁરવાનગીક વિકાસ થાય તે માટે શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ કરી.નેત્રંગમાં વસવાટ કરતાં ભકત પાટીદાર સમાજના લોકો મોટેભાગે હાલની તારીખમાં એન,આર,આઇ છે.વતન પ્રેમ તેમના હદયમાં સમાયેલ છે.જેને લઇને આ સમાજ થકી નેત્રંગ ખાતે હાઇસ્કુલ નું નિર્માણ થયું.ત્યારે બાદ છેલ્લા ૨૦ વષઁ ઉપરાંતથી કોઈપણ ભકત પાટીદારના કુટુંબનું એકપણ બાળક નેત્રંગમાં ભણતા નથી તેમ છતા વતન પ્રેમને લઇને શિશુ ૧ થી લઇને ૫ ધોરણ સુધી ની શહેરી વિસ્તારના બાળકો ને જેવી સુવિધાઓ મળે છે,તેવી સુવિધા પ્રાપ્ત શાળા નેત્રંગ વિસ્તાર ના બાળકો ને મળે તે માટે ૧૦૦% એન, આર, આઇ ભકત પાટીદાર સમાજના દાનવીરો થકી નેત્રંગ ખાતે આર,કે ભકત વિદ્યાલય શરૂ કરવામાં આવી છે.જે આદિવાસી વિસ્તારના બાળકો માટે આશીર્વાદ રૂપ છે.આ સંસ્થામાં પણ કોરોના વાયરસને લઇને સરકારના આદેશને લઇને શિક્ષણ કાયઁ બે વષઁથી બંધ હોય જેને લઇને ફી નહિ આવતા શિક્ષકો ના પગારથી લઇને અન્ય ખઁચાઓ કાઢવા મુશ્કેલ થઇ પડીયા છે,તેમ છતા એન, આર, આઇ દાતાઓ તરફથી દાન મળી રહેતા પગારથી લઇને અન્ય ખઁચાઓ કાઢવા મુશ્કેલ ન હતા.પરંતુ વિદેશમાં પણ કોરોનાના મહામારી ને લઇને ધંધા રોજગાર બંધ હાલતમાં હોવાના કારણે વિદેશથી આવતું દાન પણ આવવાનુ બંધ થતા સંસ્થાની હાલત કફોડી બનતા છેલ્લા ૧૬ વષઁ થી ૧૧ માસના કરાર પર નોકરી કરતા કરાર આધારિત શિક્ષકો નો તેમનો ૧૧ માસનો કરાર પુણઁ થતા.તેવો ને પોતાની ફરજ પર નહિ આવવાની વાત ને લઇને કરાર આધારિત કમઁચારીઓએ સંસ્થા આમને સામને થયાનું ચચાઁઇ રહ્યુ છે.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed