December 23, 2024

બનાસકાંઠા જીલ્લાની અંદર અત્યારે ડેરી ના મંત્રી કે ચેરમેન દ્વારા અવારનવાર ગેરરીતિ કરવાના કૌભાંડો સામે આવતા હોય છે .

Share to


બનાસકાંઠાની અંદર કૌભાંડના મામલાઓ તથા મંત્રી વિરુદ્ધ અરજીઓ અને કૌભાંડના દાખલાઓ વારંવાર બહાર આવતા હોય છે એક તરફ દૂધ મંત્રી દુધ લેવામાં ગેરરીતિ કરતા હોય છે તો બીજું તરફ દૂધના ચેરમેન લાખો રૂપિયા પચાવી પડતા હોવાના મામલાઓ સામે આવતા હોય છે ત્યારે આજે ફરી કોટડામાં ડેરીના ચેરમેન વિરુદ્ધ નો મામલો સામે આવ્યો છે. દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેને ડેરીની જમીનના ખોટા દસ્તાવેજ રજૂ કરી જમીન પચાવી પાડી છે તેવો ગામના એક જાગૃત યુવાન દ્વારા નોંધણી નિરીક્ષક કચેરી ની અંદર અરજી કરી આ અંગે તપાસ કરવા માંગ કરી છે લાખણી તાલુકાની અંદર આવેલા કોટડા ગામમાં ઉત્પાદક મંડળીના મંત્રી તથા ચેરમેને જમીન પચાવી પાડવાનો આરોપ ગામના જાગૃત અને લગાવ્યો છે. ડેરીના ચેરમેન દ્વારા ખોટા દસ્તાવેજ કરવામાં આવ્યા છે ચેરમેને દસ્તાવેજમાં કચેરીમાં વિગતો છુપાવીને ખોટો દસ્તાવેજ કરાવ્યો હતો ત્યારે ગામના જાગૃત આગેવાન શામળાજી દીપાજી રહે કોટડા દ્વારા નોંધણી નિરીક્ષક બનાસકાંઠા પાલનપુરમાં હાજર રહીને લેખિત અને મૌખિક રજૂઆત કરી અરજી કરી હતી ત્યારે જોવાનું એ રહે છે કે ક્યારે અને કઈ રીતે નિરીક્ષક આ તમામ અંગે તપાસ કરી અને ક્યારે નિર્ણય આવે છે ? નોંધણી નિરીક્ષક દ્વારા ચેરમેન ને લેટર પણ આપવામાં આવ્યો છે કે તાત્કાલિક ધોરણે તપાસ અંગે હાજર થાવો હાજર નહીં થાય તો તમારી તપાસ પૂર્ણ થઈ એમ સમજી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી નોટિસ પણ કોટડા ડેરીના ચેરમેન ને આપવામા આવી છે.આજ રોજ નોંધણી નિરીક્ષક ડેરીના ચેરમેને કરેલા ખોટા દસ્તાવેજ અંગે તપાસ કરવા આવ્યા હતા અને બાંહેધરી આપી હતી કે ટૂંક સમયમાં આ અંગે યોગ્ય તપાસ કરીશું. ત્યારે જોવું રહ્યું કે આ કૌભાંડ નો પડદાફાસ કયારે થશે ?

બાઈટ 1.એન .ડી.સુવાતર.ઈન્ચાજે નોધણી નિરક્ષક પાલનપુર
બાઈટ 2. શામળભાઈ દીપાજી કોટડા

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા


Share to

You may have missed