(ડી.એન.એસ),નવીદિલ્હી,તા.૧૩
સદીઓથી ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતા પ્રાચીન શહેર વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથનું ભવ્ય અને દિવ્ય સ્વરૂપ આજે લોકો સમક્ષ આવી રહ્યું છે. નરેન્દ્ર મોદીએ આજે ભવ્ય વિધિ બાદ કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી આતંકવાદીઓની નજર કાશી પર રહી છે. પણ ઔરંગઝેબ અહીં આવે તો શિવાજી પણ ઊભા થઈ જાય. જાે કોઈ સાલર મસૂદ અહીં ફરે છે, તો રાજા સુહેલદેવ જેવા બહાદુર યોદ્ધાઓ તેને આપણી એકતાની શક્તિનો અહેસાસ કરાવે છે. અને અંગ્રેજાેના જમાનામાં પણ કાશીના લોકોએ વોરન હેસ્ટિંગ સાથે શું કર્યું તે તો કાશીના લોકો જાણે છે. તેમણે કહ્યું કે આક્રમણકારોએ આ શહેર પર હુમલો કર્યો, તેને નષ્ટ કરવાના પ્રયાસો કર્યા. ઔરંગઝેબના અત્યાચારનો, તેના આતંકનો ઈતિહાસ સાક્ષી છે. જેમણે તલવારથી સંસ્કૃતિને બદલવાનો પ્રયાસ કર્યો, જેણે સંસ્કૃતિને કટ્ટરતાથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ દેશની માટી બાકીના વિશ્વ કરતાં કંઈક અલગ છે. અહીની ખુમારી જ અલગ છે. મોદીએ કહ્યું કે કાશી કાશી છે! કાશી અવિનાશી છે. કાશીમાં એક જ સરકાર છે, જેમના હાથમાં ડમરુ છે, તેમની સરકાર છે. ગંગાનો પ્રવાહ બદલીને જ્યાં કાશી વહે છે તેને કોણ રોકી શકે? આ સનાતન સંસ્કૃતિ – પરંપરાનું પ્રતિક છે. અહીં પ્રાચીનતા અને નવીનતા સજીવ થઈ રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વનાથ કોરિડોર ધામનું ઉદ્ઘાટન કર્યું છે. કેન્દ્ર અને યુપી સરકારે આ અવસરને એક વિશાળ અને વ્યાપક કાર્યક્રમ બનાવ્યો છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભાજપ શાસિત રાજ્યોના ૧૨ ઝ્રસ્ અને ૯ ડેપ્યુટી ઝ્રસ્ વારાણસી પહોંચી ગયા છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો