December 22, 2024

પાલેજ વાયા ટંકારીયા,હિંગલ્લા માર્ગ બિસમાર બનતા ગ્રામજનોએ એકત્ર થઇ તંત્ર વિરૂધ્ધ ભારે રોષ ઠાલવ્યો

Share to



: ભરૂચ જિલ્લાના પાલેજ વાયા ટંકારીયા થઇ ભરૂચ તરફ જતો માર્ગ ખૂબ જ બિસ્માર હાલતમાં થઇ જતા વાહન ચાલકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે માર્ગ બિસ્માર બનતા ગ્રામજનોએ રવિવારે મોડી સાંજે ટંકારીયા માર્ગ પાસે એકત્ર થઈ તંત્ર વિરૂધ્ધ ભારે આક્રોશ વ્યકત કર્યો હતો
ટંકારિયા ગામના યુવા કોંગી કાર્યકર અફજલ ઘોડીવાલાએ મિડીયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા 11 વર્ષ થી આ માર્ગ બન્યો નથી તેમજ અમે વારંવાર સંબંધિતો ને રજુઆત કરી છે છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી જો આ માર્ગને વહેલી તકે બનાવવામાં નહીં આવે તો જલદ કાર્યક્રમોની ચીમકી પણ ઉચ્ચારી હતી

રિપોર્ટ બાય,યુસુફ મલેક


Share to

You may have missed