December 21, 2024

ભાભર તાલુકા ના નેસડા ગામે વર્ષસો થી કાચો રસ્તો પાક્કો બનાવવા માટે ગામોજનો દ્વારા રજુઆત …..

Share to


ભાભર તાલુકા ના નેસડા ગામે નેસડા થી ચેમ્બુવા ગામ ને જોડતો ચાર કીલોમીટર સુધી નો રસ્તો બનાવવા બાબતે નેસડા ગામોજનો દ્વારા ધારાસભ્ય અને નેસડા સરપંચ ને અનેક વાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી જેમાં આ રસ્તો નજીક ના હાઇવે ને જોડતો રસ્તો છે પરંતુ હાઇવે થી ચાર થી પાંચ ફુટ સુધી નીચાણ વાળો હોવાથી ચોમાસા દરમિયાન આ રસ્તો પાણી થી ભરાઇ જાય છે જેમાં ચોમાસા માં અહી કોઈ ડીલેવરી કેસ હોય અથવા બિમાર હોય તો 108 અથવા કોઇ ખાનગી વાહન આવતુ ના હોવાથી અહી પચાસ થી વધારે કુટુંબો ને હાલાકી નો સામનો કરવો પડે છે જેમાં નેસડા ગામોજનો એ જણાવ્યું હતું કે અહી જ્યારે ચુંટણી આવે તેવા ટાઇમે નેતાઓ વાયદા કરીને જાય છે પરંતુ જીત્યા પછી અહી કોઈ ફરકતુ પણ નથી જો આવતા દીવસો માં આ નેસડા થી ચેમ્બુવા ગામ ને જોડતો કાચો રસ્તા નુ નિરાકરણ લાવવા માં નહીં આવે તો આ વખતે ની ચુંટણી નો બહિષ્કાર કરવામાં આવસે તેવુ મીડિયા સમક્ષ નેસડા ગામોજનો એ ચીમકી આપી હતી..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા


Share to

You may have missed