November 21, 2024

ભારત- પાકિસ્તાનની બોર્ડર પર જન્મ લેનાર બાળકનું નામ બોર્ડર રાખવામાં આવ્યું

Share to



(ડી.એન.એસ),નવીદિલ્હી,તા.૦૭
પાકિસ્તાનથી ભારત તિર્થ યાત્રા માટે આવ્યા હતા.તેમના પાકિસ્તાન પાછા જવુ છે પણ કેટલાક દસ્તાવેજાેના અભાવે તેઓ પાછા જઈ શકે તેવી સ્થિતિમાં નથી.છેલ્લા કેટલાક દિવસોથી અટારી-વાઘા બોર્ડર પર આંતરરાષ્ટ્રીય ચેક પોસ્ટ પાસે બલમ રામ અને નિંબુ બાઈ તેમજ બીજા નાગરિકો ટેન્ટ લગાવીને રહી રહ્યા છે. ૨ ડિસેમ્બરે નિંબુ બાઈને પ્રસુતિની પીડા ઉપડી ત્યારે આસપાસના સ્થાનિક લોકોની મદદથી તેમની ડિલિવરી કરવામાં આવી હતી.ભારત-પાક સીમા પર જ બાળકનો જન્મ થયો હોવાથી માતા પિતાએ હવે તેને બોર્ડર નામ આપી દીધુ છે. અહીંયા રહેતા ૯૭ લોકોમાંથી ૪૭ બાળકો છે અને આ પૈકીના ૬ બાળકોનો જન્મ ભારતની ધરપતી પર જ થયો છે.આ જ રીતે અન્ય એક નાગરિકે પોતાના બાળકનુ નામ ભરત રાખ્યુ છે.આ નાગરિક પણ ભારત આવ્યા બાદ પાકિસ્તાન પાછા જઈ શક્યા નથી. સ્થાનિક લોકો આ પાક નાગરિકોને ખાવા-પીવાની મદદ કરી રહ્યા છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહેતા એક હિન્દુ દંપતિએ પોતાના બાળકના રાખેલા નામની આજકાલ ભારે ચર્ચા થઈ રહી છે. પંજાબ પ્રાંતમાં રહેતા બલમ રામ અને નિંબુ બાઈ નામના દંપતિએ પોતાના બાળકનુ નામ બોર્ડર રાખ્યુ છે.તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીજા કેટલાક પાકિસ્તાની નાગરિકો સાથે અટારી-વાઘા બોર્ડર પર જ રહી રહ્યા છે.


Share to

You may have missed