November 21, 2024

હળવદમાં શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે રકતદાન કેમ્પ યોજાયો

Share to


રક્તદાન એ જીવનદાન છે રક્તદાન કરતા મોટું દાન કોઈ નથી.રક્તદાન માત્ર બીજા કોઈનુ જીવન બચાવે છે પરંતુ તે આપણને અનેક રોગોથી પણ બચાવે છે.એક સંશોધન કહે છે કે જો આપણે નિયમિત રક્તદાન કરીએ તો તે આપણા શરીરમાં આયર્નનું યોગ્ય સ્તર જાળવવામાં મદદ કરે છે.તે હૃદય રોગ, કેન્સર, કોલેસ્ટરોલ સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.

રક્તદાનની કોઈ આડઅસર નથી, બલ્કે તમે ગર્વ અનુભવશો કે તમે કોઈનું જીવન બચાવી લીધું છે. રકતદાન મહાદાન રકતદાન કેમ્પ કેટલી જીંદગી અમુલ્ય રકત દ્રારા બચાવી શકાય છે તે પણ આપના માત્ર થોડા બુંદ રકતથી આપના રકતના બુંદનું દાન કરોડો યજ્ઞ સમાન છે.

હળવદ વર્તમાન કોરોના મહામારી સમયે દરેક બ્લડ બેકમાં બ્લડની અછત સર્જાઇ રહી છે ત્યારે દર્દીઓને બ્લડની અછતના સર્જાય તે માટે શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે પાટિયા ગ્રુપ હળવદ,બજરંગ દળ શરણેશ્વર મહાદેવ હળવદ તેમ જ અનેક સેવાભાવી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ

આ સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક વાર રક્તદાન કેમ્પનું આયોજન થતા હોય છે અને જ્યારે થી મહામારી શરૂ થઈ ત્યારથી લઈ અત્યાર સુધી આ સંસ્થાઓ દ્વારા સતત સાતમી વખત રક્તદાન કેમ્પ યોજાયો છે. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું હતુ.આ રક્તદાન કેમ્પમાં ધારાસભ્ય પરષોતમ સાબરીયા,ધીરુભાઈ ઝાલા, બિપીન દવે,કેતનભાઇ દવે જિલ્લાના મહામંત્રી રણછોડભાઈ દલવાડી ,સામાજીક કાર્યકર તપન દવે તેમજ ગ્રુપના સભ્યો ,સેવા મંડળ હાજર રહ્યા હતા.

પાર્થ વેલાણી


Share to

You may have missed