November 21, 2024
Share to


રેલવે વિભાગ દ્વારા દર વર્ષે યોજતુ મોકડ્રિલ ચાલુ વર્ષે બોડેલી રેલવે સ્ટેશન ખાતે યોજવામાં આવ્યુ 06 NDRF ના ઉચ્ચ અધિકારીઓ તેમજ 51 જેટલા જવાનો તેમજ રેલવે ની બે ટીમો (C)ચાર્લી કંપની ના જવાનો તેમજ CBRN ના જવાનો સ્થાનિક પોલીસ તેમજ 108 અને ફાયરફાયટર સહિત ના સહયોગ થી પાટા પરથી ઉતરી જતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રેન સળગી ઉઠી અને તેમાંથી 4 ને બચાવી લેવાયા અને એક નું મોત નિપજ્યા અંગે નું મોકડ્રિલ સફળતા પૂર્વક યોજવામાં આવ્યુ

જાણવા મળ્યા મુજબ આજ રોજ બોડેલી રેલવે સ્ટેશન ખાતે વેસ્ટર્ન રેલવે વડોદરા દ્વારા મોકડ્રિલ યોજવામાં આવ્યુ હતુ આ પ્રસંગે વેસ્ટર્ન રેલવે વડોદરા ના ડેપ્યુટી ઈજનેર તેમજ 06 NDRF ના વડા કમાન્ડર એ કે તિવારી, ડે. કમાન્ડર અજય સિંહ, અનુપ કુમાર તેમજ રેલવે ના ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક 108 તેમજ રેલવે ડિપાર્ટમેન્ટ ના 110 જેટલા કર્મચારીઓ તેમજ NDRF ના 51 જવાનો ચાર્લી ટીમ તેમજ CBRN ટીમ વગેરે ની ઉપસ્થિતિ માં મોકડ્રિલ યોજાયુ હતુ

બોડેલી રેલવે સ્ટેશન ઉપર આવુ સૌ પ્રથમ વાર યોજયેલું મોકડ્રિલ જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા
મોકડ્રિલ માં ટ્રેન પાટા પરથી ઉતરી જતા ટ્રેન સળગી ઉઠી હતી જેમાં સવાર મુસાફરો અને રેલવે કર્મચારીઓ ને બચાવવા માં આવ્યા હતા જેમાં 4 ને જીવતા બચાવી લીધા હતા અને એક ને મૃત હાલત માં બહાર કાઢવામાં આવ્યો બચાવ કામગીરી માં જોતરાયેલા NDRF ના જવાનો એ ટ્રેન ની છત નું તેેેમજ નીચે નું પતરુ કાપી ટોટલ 5 માંથી 4 ને જીવતા બહાર કઢાયા હતા જ્યારે એક ને મૃૃૃત બહાર કાઢવા માં આવ્યો હતો

બોક્સ

વેસ્ટર્ન રેલવે ના ડેપ્યુટી ઈજનેર સાથે ટેલિફોન કરી પાછલા ઘણા સમયથી બંધ પ્રતાપનગર છોટાઉદેપુર અલીરાજપુર રેલવે લાઈન ક્યારે ચાલુ થશે તેમ પુછતા તેઓ એ જણાવ્યુ હતુ કે આગામી સોમવારે દિલ્હી થી અમારા ઉચ્ચ અધિકારીઓ અહીં આવશે અને તેઓ નિરીક્ષણ કરી જરૂરી સુચનો આપશે પછી રાબેતા મુજબ ટ્રેન ચાલુ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ



બોડેલી રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ મોકડ્રિલ



ઈમરાન મન્સૂરી બોડેલી


Share to

You may have missed