જૂનાગઢ તા.૨૧, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ઇતિહાસ અને ગુજરાતી ભવનનાં સંયુક્ત ઉપક્રમે વિશેષ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત બહાઉદીન કોલેજના અર્થશાસ્ત્ર વિભાગનાં પ્રાધ્યાપક અને યુનિ.નાં સેનેટ સભ્ય ડો. દીનાબેન લોઢિયા દ્વારા “ભારતીય બંધારણની મૂળભૂત ફરજો” પર વ્યાખ્યાન યોજાયું હતું. ગુજરાતી ભવન અને ઇતિહાસ ભવનના અધ્યક્ષ ડો. વિશાલ આર.જોષીની પ્રેરણાથી યોજાયેલ વ્યાખ્યાન કાર્યક્રમમાં ડો. દીનાબેન લોઢીયાએ “ભારતીય બંધારણની મૂળભૂત ફરજો” પર વાત કરતા જણાવ્યુ હતુ કે બંધારણ ઘડવા માટે રચાયેલી ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમિતિને ‘બંધારણા સભા’ કહે છે. આ સભાની કુલ સભ્ય સંખ્યા ૩૮૯ હતી. ભારતનું બંધારણ વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોના બંધારણ કરતા સૌથી મોટું લેખિત બંધારણ છે. આપણે ૨૬ જાન્યુઆરી, ૧૯૪૯માં અપનાવ્યું હતુ અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦માં લાગૂ કરવામાં આવ્યું હતુ. જેને આજે આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. ભારતીય બંધારણની શરૂઆત ‘આમુખ’થી થાય છે. આમુખ આપણા બંધારણ ઘડવૈયાઓનું માનસ સમજવાની ચાવી છે. જવાહરલાલ નેહરુએ ૧૩ ડિસેમ્બર, ૧૯૪૯ના રોજ બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે ઉદ્દેશ પ્રસ્તાવને ૨૨ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ બંધારણ સભાએ ‘આમુખ’ તરીકે મંજૂર કર્યું હતું. આમુખમાં બંધારણની સત્તાઓના મૂળ સ્રોત તરીકે ભારતના લોકોને દર્શાવાયા છે અને તે સમર્પિત પણ ભારતના લોકોને જ થયું છે. આમુખના શબ્દોમાં પણ આપણે ભારતીય બંધારણ ઘડનારાઓની સ્વપ્રોની ઝલક જોઈ શકીએ છીએ. આ વ્યાખ્યાનમાં સુશ્રી દિનાબેન લોઢીયાએ ઉમેર્યુ હતુ કે રાષ્ટ્રના લોકો માટે ભારતીય બંધારણની મૂળભૂત ફરજોનું પાલન શા માટે અનિવાર્ય છે તે વિગતે વાત કરી હતી. જીપીએસસી, યુપીએસસી, નેટ, જીસેટ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી એવા ભારતીય બંધારણના અનેક મુદ્દાઓની પણ સાથે છણાવટ કરી હતી.ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ગુજરાતી- ઇતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ બંધારણની જાણકારી અનેક ઉદાહરણો સાથે રસપ્રદ શૈલીમાં મેળવી હતી. કાર્યક્રમમાં ઇતિહાસ વિભાગના અધ્યાપકો તેમજ ગુજરાતી વિભાગના અધ્યાપક અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ગુજરાતી ભવનનાં અધ્યાપક ડો. પારુલ એલ.ભંડેરીએ કર્યુ હતું. તેમજ આભાર વિધિ ઇતિહાસ ભવનના ડો. રમેશ ચૌહાણે કરી હતી.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
Khabar Ek dum Sachi
More Stories
નેત્રંગ તાલુકાના કોલીયાપાડા ગામે માર્ચ માસની ત્રીજા તબક્કા ની રાત્રિ સભા યોજાય,
જુનાગઢ જીલ્લાના મજેવડી દરગાહ કાંડના ખુનના ગુન્હામાં સંડોવાયેલ લાલ શાહીથી બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ જુનાગઢ
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત જુનાગઢ પોલીસે કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે.કા પ્રવૃત્તિ અંગે ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ