DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જુનાગઢ જીલ્લાના મજેવડી દરગાહ કાંડના ખુનના ગુન્હામાં સંડોવાયેલ લાલ શાહીથી બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ જુનાગઢ

Share to


જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ જુનાગઢ જીલ્લા ઇ.ચા પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જુનાગઢ જીલ્લા તેમજ બહારના જિલ્લાના તેમજ બહરાના રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે નાસતા-ફરતા/પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢી તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આપેલ હોય જે અન્વયે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ શ્રી જે.જે. પટેલ સાહેબ તથા પેરોલ ફલોં સ્કવોડના ઇ.ચા.પો.સબ ઇન્સ. ડી.કે.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના માાણસો હ્યુમન અને ટેકનીકલ સોર્સના માધ્યમથી સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડ ટીમને બાતમી હકિકત મળેલ કે,જુનાગઢ જીલ્લાના એ.ડીવીઝન પો.સ્ટે.માં  ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અજીમ રીક્ષા વાળો રહે, જુનાગઢ વાળો હાલ સુખનાથચોક પાસે ઉભેલ હોય અને તેને શરીરે વાદળી રંગનો શર્ટ તથા બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે.તેવી હકીકત મળેલ હોય જે હકિકત આધારે ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએ વોચ તપાસમા રહેતા ઉપરોક્ત બાતમી વાળો એક ઈસમ મળી આવેલ જેનુ નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ અજીમ કાદરભાઈ શેખ જાતે. મુસ્લીમ ઉવ.૨૭ રહે. જુનાગઢ માંડવીચોક, લોઢીયાવાડી, જે.પી.અંતર પાસે વાળો હોવાનુ જણાવતો હોય અને મજકુર આરોપી ઉપરોકત ગુન્હાના કામે છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હોવાની કબુલાત આપતો હોય જેથી અજીમ કાદરભાઇ શેખ  જુનાગઢ માંડવીચોક, લોઢીયાવાડી.જે.પી.અંતર પાસે આરોપીને ઉપરોક્ત ગુન્હાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે જુનાગઢ જીલ્લાના એ ડીવી.પો.સ્ટેને સોપવામાં આવેલ છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed