


છેલ્લા ૧૨ વર્ષ થી નેત્રંગ તાલુકામા સમાવેશ કરવામા આવેલ કોલીયાપાડાના ગામજનોને સસ્તુ અનાજ ઝધડીયા તાલુકાના વલી ગામે જવુ પડે છે !!!
પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૨૦-૦૩-૨૫
રાજય સરકારશ્રીના વિવિધ વિભાગો-કચેરીઓની યોજનાકીય માહિતી તેમજ લાભાર્થીઓને લાભ મળે તેમજ ગામમાં માળખાકીય સુવિધાઓ મળી રહે તે હેતુથી રાજ્ય ભરમા રાત્રિસભાઓનુ આયોજન વહીવટી તંત્ર થકી કરવામા આવી રહ્યુ છે.
જેના ભાગ રૂપે નેત્રંગ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી નાઓએ નેત્રંગ તાલુકાના કોલીયાપાડા ગામે માર્ચ માસની ત્રીજા તબક્કા ની રાત્રી સભા તા.૧૯-૦૩-૨૫ ના રોજ ગ્રામપંચાયત કચેરી ખાતે યોજાયેલ જેમા મોટી સંખ્યા મા વાંકોલ ગુપ ગ્રામ પંચાયત સાથે જોડાયેલ ગામો તેમજ કોલીયાપાડા પંથક ના ગામના ગામજનો મોટી સંખ્યામા જોડાયેલ હતા.
આ રાત્રિ સભામાં ગામજનોએ પોતાને પડતી તકલીફ ની રજૂઆત કરી હતી જેમા ( ૧ ) પાણીના સ્તર ઉંડા ઉતરી જાય છે, જેથી કોલીયાપાડા ગામે ખાડી-કોતર આવેલ છે, તે જગ્યાએ ચેક ડેમ – કોઝવે બનાવા આપવાની રજૂઆત કરી.(૨) કોલીયાપાડા ગામે ખેતી માટે સિંચાઈ ની યોજના નથી,આ અંગે સિંચાઈ માટે પાણી મળી રહે તેવી રજૂઆત કરી (૩) દુધડેરી-દુધમંડળી નથી આ અંગે કાર્યવાહી કરવા રજૂઆત કરી (૪) પ્રાથમિક શાળામાં શિક્ષક ની ધટ બાબતે રજૂઆત (૫) કોલીયાપાડા ગામના લોકોને સરકારી અનાજ લેવા માટે વલી ગામે જવુ પડે છે. રેશનકાર્ડ ની તમામ કામગીરી ઝધડીયા થાય છે જે દુર પડે છે. નેત્રંગ તાલુકાની કોઈ સસ્તા અનાજ દુકાન સાથે કોલીયાપાડા ગામનો સમાવેશ કસવામા આવે તેમજ રેશનકાર્ડ ની તમામ કામગીરી પણ નેત્રંગ કરવામા આવે તેવી રજૂઆત કરી (૬) કોલીયાપાડા ગામ ગુપ ગ્રામ પંચાયત સાથે છે.તેને અલગ કરી કોલીયાપાડા ગ્રામ પંચાયત અલગ કરવાની રજૂઆત (૭) વન અધિકારના દાવાઓ પડતર છે.તે સત્વરે મંજુર કરવામા આવે વિગેરે રજૂઆત ગામજનો થકી કરવામા આવી હતી.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
જુનાગઢ જીલ્લાના મજેવડી દરગાહ કાંડના ખુનના ગુન્હામાં સંડોવાયેલ લાલ શાહીથી બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ જુનાગઢ
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત જુનાગઢ પોલીસે કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે.કા પ્રવૃત્તિ અંગે ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ
નેત્રંગ પોલીસે તાલુકામા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને તહેવારોમાં શાંતિ બની રહે તે માટે ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરી.