October 31, 2024

૧૦૦ પરંપરાગત કલાકારો પોતાના લોકવાદ્યો અને લોકસંગીતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા

Share to

ઉજવણીને વધુ વિશિષ્ટ બનાવવા માટે દેશના ૧૬ રાજ્યોના ૫૩૦ કલાકારો એકત્ર થઈ પોતાનું કલાપ્રદર્શન કરશે. તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, કેરળ, મણિપુર, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, આસામ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, ગોવા, ઓડિશા, કર્ણાટક, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના કલાકારો ‘તમસો મા જ્યોતિર્ગમય’ ની થીમ પર નૃત્ય અને સંગીતના પ્રોગ્રામ્સ રજૂ કરશે. આ પ્રદર્શનોથી વિવિધ સંસ્કૃતિઓના રંગો જોવા મળ્યા અને વિવિધતામાં એકતાનું ઉત્કૃષ્ટ દર્શન થશે. આ ભવ્ય કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ મહારાષ્ટ્રના પરંપરાગત લોકવાદ્યો રહ્યાં હતા. જેમાં નાશિક ઢોલના ૧૦,ધાંગરી ઢોલના ૧૦,ઝાંઝરના ૧૦,તોટા શરનાઈના ૪,તુતારીના ૪, કૅરિયોનેટના ૨,સાંબલના ૧૬,ધૂમ્રપાન (સ્મોક)ના ૮,તાશાના ૬,હલગીના ૨૦, અબદાગીરીના ૧૦ આમ કુલ ૧૦૦ પરંપરાગત કલાકારો પોતાના લોકવાદ્યો અને લોકસંગીતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.


Share to

You may have missed