October 12, 2024

આગામી ૨૩ મી સપ્ટેમ્બરના દીને યોજાનાર કાર્યક્રમના આગોતરા આયોજન અંગે જિલ્લા અધિક નિવાસી કલેકટરશ્રી એન.આર.ધાધલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ*

Share to

.
*જિલ્લા અધિક નિવાસી કલેકટરશ્રી એન.આર.ધાધલે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને રચનાત્મક સૂચનો કર્યા* ભરૂચ- ગુરુવાર- જિલ્લામાં પ્રભારી મંત્રીશ્રીના હસ્તે મંજુર થયેલ કામોનું ખાતમુર્હુત/લોકાર્પણનો કાર્યક્રમ તા.૨૩/૦૯/૨૦૨૪ના રોજ થનાર છે. જેના આયોજન અને અમલવારી સંદર્ભે અધિક નિવાસી કલેકટરશ્રી એન.આર.ધાધલના અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આજરોજ બેઠક યોજાઈ હતી.
પ્રભારી મંત્રીશ્રીના હસ્તે મંજુર થયેલ કામોનું ખાતમુર્હુત/લોકાર્પણ કાર્યક્રમના આયોજન અને પૂર્વ તૈયારીઓના સંદર્ભે વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી મિંટીંગમાં અધિક નિવાસી કલેક્ટરશ્રીએ કાર્યક્રમો અંગેની રૂપરેખા અને સિડ્યુલ પ્રમાણેની માહિતી આપી હતી.
કાર્યક્રમના આયોજન સંદર્ભે યોજાયેલી બેઠકમાં લોકાર્પણ, ખાતમુહૂર્ત જેવી કામગીરીની વ્યવસ્થા,પાર્કિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ અંગેની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to