ભરૂચ / ઝગડીયા
ક
ંપની સંચાલકો ને આ બાબતે પૂછતાં મીડિયા ના કર્મચારીઓ ઉપર ઉશ્કેરાઈ અપશબ્દો કહ્યા….
ઝગડીયા GIDC સ્થિત ઉદ્યોગોને કોઈનોજ ડર રહ્યો નથી તેમ હાલ લાગી રહ્યું છે પોલ્યુશન ફેલાવતા ઉદ્યોગો ચોમાસા દરમિયાન બેફામ બન્યા હોઈ જેમાં ઝગડીયા GIDC મા આવેલ પ્લોટ નંબર 38/11 મા આવેલ પ્રહરિત પીગમેન્ટ કંપની ના ગેટ સામે ઉભો રાખેલ ટેમ્પા માંથી જમીન ઉપર પડેલ ક્લર યુક્ત પાઉડર બાબતે મીડિયા કર્મચારીઓ દ્વારા પૂછતાં પ્રહરિત કંપની સંચાલકો દ્વારા ઉલ્ટા ચોર કોતવાલ કો ડાટે જેમ મીડિયા કર્મીઓ ને જ તમારા બાપ ની જમીન છે તેવા અપશબ્દો બોલવામાં આવ્યા હતા…
વિગતવાર વાત કરવામાં આવે તો DNS NEWS ઝગડીયા ના પ્રતિનિધિ અને અન્ય મીડિયા ના કર્મીઓ દ્વારા કવરેજ માટે GIDC મા હોઈ જે ઝગડીયા GIDC માંથી એર લીકવીડ કંપની પાસે થી પસાર થતી વખતે પ્રહરિત કંપનીગેટ સામે ઉભો રાખેલ ટેમ્પા GJ23AT9066 ના પાછળ ના ભાગે કલરયુક્ત પાઉડર જમીન ઉપર પડ્યો હોઈ જે પ્રદુષિત અથવા પર્યાવરણ ને હાનિકારક હોઈ શકે તે વિશે ટેમ્પા ચાલકને આ બાબતે પૂછતાં તેને જણવ્યું હતું કે તે આ પાઉડર પ્રહરિત કંપની મા ખાલી કરીયો છે અને તેઓ એ ટેમ્પા મા બચેલ મટીરીયલ બહાર જઈ નાખી સાફ કરી દે તેમ કેહતા અંદર નું મટીરીયલ બહાર રોડ ઉપરજ ડ્રાઈવર દ્વારા નાખવામાં આવતા આ બાબતે કંપની સત્તાધીસો ને પૂછતાં કંપની સત્તાધીશો એ કંપની ગેટ ની બહાર આવી મીડિયાના કર્મીઓને ડરાવવાના પ્રયત્નો રૂપે ટેમ્પો ડ્રાઈવર ને ઉંચા અવાજે તે મટીરીયલ કેમ અહીંયા ફેંક્યું છે તને અહીં કોને ફહેકવાનું કહ્યું હતું અને જણવ્યું હતું કે આ મટીરીયલ અમારું નથી અમે ફક્ત મંગાવ્યું છે તેમ કહ્યું હતું જે બાદ ટેમ્પો ચાલક ને ધમાકાવીને સાફ કરવાનું કેહતા ટેમ્પો ડ્રાઈવર દ્વારા તેને ત્યાંથી ઘાસ ના સાવરના થી સાફ કરતા મીડિયા કર્મીઓ એ જણાવ્યું હતું કે પેહલા GPCB ને જાન કરી સેમ્પલ લેવા દો પછી આ સાફ કરાવશો તેમ કેહતા કંપની સંચાલકો અચાનક ઉશ્કેરાઇ જઈ મીડિયા કર્મીઓનો કહ્યું હતું કે આ તમારા બાપની જગ્યા છે તો સાફ ન કરીયે તમારે જે કરવું હોઈ તે કરી લો..આ સમય દરમિયાન મીડિયા કર્મીઓ નો મોબાઇલ મા વિડિઓ ચાલુ હોઈ આ બધી ઘટના મોબાઇલ મા રેકોર્ડ થઈ હતી તથા આ બાબતે મીડિયા કર્મીઓ ને અપશબ્દો બોલવામાં આવ્યા હતા જોકે આ બાબતે મીડિયા કર્મીઓ એ GPCB તેમજ JIA ને સેમ્પલ લેવા માટે ટેલિફોનિક જાન પણ કરી હતી તેમ છતાં મોનીટરીંગ ટીમ આવતા પેહલા સ્થળ ઉપર પડેલ મટીરીયલ ના નમૂના ને નષ્ટ કરવાના કંપની ના કર્મચારીઓ દ્વારા પ્રયત્નો થયા હતા તે બાબતે લગતા વળગતા તંત્ર દ્વારા આના cctv કેમેરા ના ફૂટેજ લઈ આની ન્યાયિક તપાસ થાય તે જરૂરી બની ગયું છે… અત્રે ઉલ્લેખનીય છે કે ઝગડીયા GIDC મા આવેલ કેટલાક ઉદ્યોગોના માલિક તેમજ કર્મચારીઓ પોતાને કાયદા થી ઉપર સમજી મનફાવે તેવા ગેરકાયદેસર કામો કરતા અચકાતા નથી તેમજ તેઓ ના કેટલાક માનીતા લોકોના તેઓ ઉપર હાથ હોવાના કારણે ઝગડીયા GIDC મા અગાઉ પણ કોન્ટ્રાકટ કે અન્ય કંપની મા કામો બાબતે ફાયરિંગ સહિત મારાં મારી,ધમકી,જેવા બનાવો બની ચુક્યા છે જેમાં પર્યાવરણ પ્રેમીઓ સહિત જાગૃપ નાગરિકો અને મીડિયા ને પણ કેટલાક માથાભારે કંપની સત્તાધીસો પોતાના પાવર બતાવવા ટેવાય ગયેલ હોઈ તેમ હાલ લાગી રહ્યું છે ત્યારે અવા લોકો ના ખોટા કામો અને ગેરકાયદેસર પ્રવુતિ કરતા લોકો અને સંચાલકો ના સમાચાર પ્રસિદ્ધ કરતા મીડિયા કર્મીઓ ને રોકવાના પ્રયત્નો કરતા હોઈ જેઓ પોતે કાયદા ઉપર હોઈ તેમ સમજી બેઠેલા ઉદ્યોગો ના સંચાલકો સામે તંત્ર પગલાં લે તેવી લોકમાંગ ઉઠવા પામી છે…
#DNSNEWS