જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી નિલેષ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓ દ્વારા મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અને ચોરી,લુંટ, ઘરફોડ વિગેરે બનાવોમા સતર્કતા રાખી તાત્કાલીક કાર્યવાહી કરવા સૂચનાઓ કરવામાં આવેલ જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી હીતેષ ધાંધલ્યા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ.ડીવી.પો.સ્ટે.ના વિસ્તારમાં બનતા મિલ્કત સંબધી ગુન્હા કરતા ઇસમો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા એ.ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી બી.બી.કોળી તથા પો.સ્ટાફના માણસોને સુચના મળેલ હોઇ જે અનુસંધાને એ. ડીવી. પો.સ્ટે. માં ગુન્હો તા.૧૦/૦૯/૨૦૨૪ ના દાખલ થયેલ જેમાં જુનાગઢ ગીરનાર દરવાજા ગનેશનગર પાસે ફરીયાદીએ પોતાના રહેણાંક મકાન સામે આવેલ મામાદેવના મંદીર પાસે પોતાની ઘોડી (અશ્વ) બાંધેલ હતી જેની કિ.રૂ.૬૦,૦૦૦/- જે તા.૦૯/૦૯/૨૦૨૪ ના રોજ બપોરના સમયે કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ, જે અંગે ફરીયાદીએ કરીયાદ કરેલ જે આધારે અત્રે એ ડિવી. પો.સ્ટે.માં ઉપરોક્ત ગુન્હો રજી કરવામાં આવેલ.
જેથી એ.ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી બી.બી.કોળી નાઓએ તથા પો.સબ.ઇન્સ જે.આર.વાઝા નાઓએ સદરહુ ગુન્હા બાબતે તુરંત જ ગુન્હા નિવારણ શાખાના પો.સ્ટાફના માણસોને સદરહુ ગુન્હાના આરોપી તથા મુદામાલ (પશુ)શોધી કાઢવા તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના કરતા સદરહુ ચોરીમા ગયેલ ઘોડી (અશ્વ) તથા આરોપીની શોધખોળ માટે પો.સ્ટે. વિસ્તારના ગીરનાર દરવાજા તથા આજુબાજુ લાગેલ સીસીટીવી કેમેરા નો ઉપયોગ કરી માહીતી મેળવી બાદ એ.ડીવ.પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. કે.જે.ડાભી તથા પો કોન્સ કલ્પેશભાઇ ગેલાભાઇ ચાવડા ને સયુકતમાં બાતમી રાહે મળેલ કે,ઉપરોક્ત ગુન્હાના કામે ચોરીમા ગયેલ ઘોડી (અશ્વ) ને દોરી એક ઇસમ જુનાગઢ બિલખા રોડ પી.ટી.સી. વિસ્તારામાં આટાફેરા મારે છે. જે હકીકત આધારે તપાસ તજવીજ કરી ચોર ઈસમને ચોરીમાં ગયેલ ઘોડી (અશ્વ) જેની કિ.રૂ:૬૦,૦૦૦/-વાળી સાથે પકડી પાડેલ અને ઘોડી (અશ્વ)ને કબ્જે લઇ મજકુર ઇસમ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવેલ છે.જેની આગળની વધુ તપાસ પો.સબ.ઇન્સ વિ.એલ.લખધીર નાઓ ચલાવે છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…